બનાસકાંઠા: બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બાઈકના થયા ફૂરચે-ફૂરચા, બે ઠાકોર યુવકના મોત

બાઈક અકસ્માત

પૂરપાટ ઝડપે આવી રહેલા બે બાઇક સામ-સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો છે, ગઈકાલે અમીરગઢ વિસ્તારમાં બાઈક અકસ્માતમાં ત્રણ લોકોના મોત બાદ રોડ પરથી લોહીના દાગ ભુસાયા પણ નથી એવામાં ડીસા પાસે બે બાઈક સામસામે ટકરાવવાની ઘટનામાં વધુ બે લોકોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. આ સાથે બે દિવસમાં પાંચ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.

  બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજે વધુ એક બનાવમાં ડીસા પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને બાઇક ચાલકોના ઘટના સ્થળે જ મોત થતાં અરેરાટી સાથે ચકચાર મચી ગઇ છે.

  ડીસા તાલુકાના લુણપુર- સદરપુર રોડ ઉપર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા બે બાઇક સામ-સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે બંને બાઇક નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે અકસ્માતમાં બાઇક ચાલક અભુજી બાબુજી ઠાકોર અને ટીના સારાભાઈ ઠાકોરનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

  ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. બાદમાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

  સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

  ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ અમીરગઢ તાલુકાના ધનપુરા (Dhanpura Accident Banaskatha) ગામે ગઇકાલે મોડી સાંજે બે બાઇક સામ સામે ટકરાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં આજે વધુ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

  અમીરગઢના અકસ્માતમાં સાયબભાઈ લાલભાઈ ખોખરીયા, કાળાભાઈ લક્ષ્મણભાઈ ગમાર અને સોમાભાઈ ભીખાભાઈ માણસા નું મોત થયું છે. બનાવને પગલે અમીરગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  અમીરગઢ તાલુકાના પેડચોળી ગામના કાળુભાઈ લખમાભાઈ ગમાર તેમના ભાઈઓ સાથે પાલનપુરના બાદરપુરા ગામે ભાગીયા તરીકે રહેતા હતા. જેઓ મોબાઈલ ખરીદવા નીકળ્યા હતા અને પેડચોળી ગામે ગયા હતા. જ્યાં અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સામેના બાઇક ઉપર સવાર યુવકો રામપુરા વડલાથી વિરમપુર આવી રહ્યા હતા.
  Published by:kiran mehta
  First published: