બનાસકાંઠા: રસ્તામાં આખલો આવી જતા બાઈક પરથી બે મિત્રો રોડ પર પટકાયા, એકનું મોત, એકની હાલત ગંભીર


Updated: October 4, 2020, 3:45 PM IST
બનાસકાંઠા: રસ્તામાં આખલો આવી જતા બાઈક પરથી બે મિત્રો રોડ પર પટકાયા, એકનું મોત, એકની હાલત ગંભીર
મિત્ર સાથે બાઈક લઈને ડીસાથી ભીલડી તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન કૂંપટના પાટીયા પાસે અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા અકસ્માત સર્જાયો

મિત્ર સાથે બાઈક લઈને ડીસાથી ભીલડી તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન કૂંપટના પાટીયા પાસે અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા અકસ્માત સર્જાયો

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી પરેશાન છે, અનેક વખત રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે, અને કેટલાએ લોકોએ જીવ ખોયો છે અથવા ગંભીર ઈજાથી પરેશાન થયા છે. આવી જ વધુ એક બનાસકાંઠાથી સામે આવી છે, જેમાં રખડતા ઢોરે એક યુવાનનો ભોગ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર એક બાઈક ચાલક અકસ્માતનો ભોગ બન્યો છે. બાઈક સવાર બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલો આવી જતા, બંને યુવક રસ્તા પર પટકાયા હતા, જેમાં એકનું મોત થયું છે જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં માલગઢ ગામના ભાવેશ માળી તેના મિત્ર સાથે બાઈક લઈને ડીસાથી ભીલડી તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન કૂંપટના પાટીયા પાસે અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોવાહન ચલાવનાર તમામ લોકો સાવધાન, એક નાની ભૂલ અને રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો - નવા નિયમ

અકસ્માતમાં બાઈક સાથે રોડ યુવાનો પર પટકાતા બાઇક ચાલક ભાવેશ ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે બાઈક સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
ઘટનાની જાણ પોલીસને થતા, ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે માહિતી મેળવી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: October 4, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading