બનાસકાંઠા: કિશોરીની હત્યા મામલે મોટો ખુલાસો, ફોઈના દીકરાએ જ Rape કરી ગળુ કાપી માથુ ફેંકી દીધુ

બનાસકાંઠા: કિશોરીની હત્યા મામલે મોટો ખુલાસો, ફોઈના દીકરાએ જ Rape કરી ગળુ કાપી માથુ ફેંકી દીધુ
નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું કે, લગ્ન ન થતા શારીરિક ભૂખ સંતોષવા દુષ્કર્મ આચાર્યુ, પોતાનો ગુનો બહાર આવશે તે ડરથી હનીની હત્યા કરી

નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું કે, લગ્ન ન થતા શારીરિક ભૂખ સંતોષવા દુષ્કર્મ આચાર્યુ, પોતાનો ગુનો બહાર આવશે તે ડરથી હનીની હત્યા કરી

 • Share this:
  બનાસકાંઠામાં બળાત્કાર અને હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઈના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે બળાત્કાર કરી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી. સમગ્ર ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

  પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઈના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી. વાત છે દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામ ની કે જ્યાં એક બાર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ ગુમ થયેલી મુકબધીર હની માળી ને ગુમ થયા મામલે દાંતીવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળું કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા પોલીસને હની માળી ની લાશ હોવાનું સામે આવ્યું.  સગીરાની પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લાની એલસીબી, દાંતીવાડા પોલીસ, ડીસા ઉત્તર તેમજ રૂરલ પોલીસ સહિત ડીસા ડિવિઝનના મોટાભાગના અધિકારીઓ ગુના ના આરોપીને શોધવા માટે કામે લાગ્યા હતા. જે મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને સત્વરે ઝડપી પાડયો હતો. પોતાની બાઈક પાછળ બેસાડી આરોપી મુકબધીર કિશોરીને લઈ જતો માલુમ પડતાં જ પોલીસે આરોપી નિતીન માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

  સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હની અને નીતિન મામા ફોઈના દીકરા છે. હની બાળપણથી જ મૂકબધીર હતી. જ્યારે નિતીન ની ઉંમર 25 વર્ષ જેટલી થઇ ગઇ હોવા છતાં હજુ સુધી લગ્ન થયા ન હતાં. પોતાની શારીરિક સુખ સંતોષ માટે તેણે પોતાની મામાની દીકરી ને જ પોતાના હવસનો શિકાર બનાવી. હની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ નિતીન ને ડર હતો કે તેના ગુનો બહાર આવશે તો મોટી મુશ્કેલી સર્જાશે. જે ડર ના કારણે છરી વડે નીતિને હની નું ગળું કાપી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

  ડીસા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું કે, લગ્ન ન થતા શારીરિક ભૂખ સંતોષવા દુષ્કર્મ આચાર્યુ, પોતાનો ગુનો બહાર આવશે તે ડરથી હનીની હત્યા કરવામાં આવી.

  ક્રૂર અને ઘાતકી કહી શકાય તેવી હત્યાના પગલે સમગ્ર પંથકમાં રોષ વ્યાપ્યો હતો. સ્થાનિક લોકોની માંગ છે કે, આ પ્રકારના નરાધમને ફાંસીની સજા થવી જોઈએ. ઘટનાની ગંભીરતાને પગલે ગુજરાત આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ ઘટના સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. જે પ્રકારે મહિલાઓ પર અને ખાસ કરીને સગીર બાળા ઉપર અત્યાચાર અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે તે સમાજ માટે સૌથી ચિંતાજનક છે , ત્યારે આવા માનસિક વિકૃત નરાધમ ને ફાંસી ની સજા થાય તેવી મૃતક ના પરિવાર જનોની માંગ છે.

  મૃતક ના કાકા સુરેશભાઈ ગેલોતે કહ્યું કે, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. શારીરિક હવસ સંતોષવા હવે ખૂન ના સંબંધો પણ મરી પરવાર્યા છે. દાંતીવાડા તાલુકાના ભાખર ગામની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આરોપી નિતીન માળી વધુ ખુલાસા કરે છે.
  Published by:kiran mehta
  First published:October 17, 2020, 20:47 pm

  ટૉપ ન્યૂઝ