ભેમાભાઈ ચૌધરીનો આક્ષેપ, 'શંકર ચૌધરીના ઈશારે પોલીસે અમારૂ અપહરણ કર્યું છે'

News18 Gujarati
Updated: April 23, 2018, 6:31 PM IST
ભેમાભાઈ ચૌધરીનો આક્ષેપ,  'શંકર ચૌધરીના ઈશારે પોલીસે અમારૂ અપહરણ કર્યું છે'

  • Share this:
બનાસકાંઠા પાલનપુર સરકારી હોસ્પિટલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને તગેડી મુકવાના મામલાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના એક સામાજિક કાર્યક્રર ભેમાભાઈ ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભીમાભાઈ દ્વારા ભાજપના પૂર્વ આરોગ્યમંત્રી મંત્રી શંકરભાઈ ચૌધરી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમે વિદ્યાર્થીનીઓના હકની લડાઈ લડી રહ્યા છીએ ત્યારે અમને દબાવવા માટે શંકર ચૌધરીના ઈશારે પોલીસે અમારૂ અપહરણ કર્યું છે.

તમને જણાવીએ કે, અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભીમાભાઈ ચૌધરી જણાવે છે કે, પાલનપુર સરકારી હોસ્પીટલનું જે ખાનગીકરણ થઈ રહ્યું તે મુદ્દે અમે રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ શંકર ચૌધરીના ઈશારે પોલીસે અમારી ધરપકડ કરી, પોલીસે ધરપકડ કર્યા બાદ અમને પોલીસવાનમાં કલાક સુધી બજારમાં ફેરવ્યા, અને હવે ડીસા તરફ અમને લઈ જવામાં આવી રહ્યા છે, પોલીસ અમને જણાવતી નથી અમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. અમને લાગે છે શંકર ચૌધરીના કહેવાથી પોલીસે અમારૂ અપહરણ કર્યું છે.

તેમણે શંકર ચૌધરી પર આક્ષેપ કરતા કહ્યું કે, આ તાનાશાહી છે, અહીં લોકશાહીનું ખુન થઈ રહ્યું છે, તેમણે લોકોને અપિલ કરતા કહ્યું કે, અમે વિદ્યાર્થીનીઓના હક માટે લડાઈ લડી રહ્યા છીએ, આ અમારા અંગત સ્વાર્થની લડાઈ નથી, જેની અમને સહકાર આપવામાં આવે. અમને જ્યાં સુધી એમસીઆઈની ટીમ નહીં મળે ત્યાં સુધી અમે અન્ન-જળનો ત્યાગ કરીશું.

શું હતો મામલો?
કહેવાય છે કે, પાલનપુર સિવિલના ખાનગીકરણનો મામલો હવે ચૌધરી સાહેબની સરમુખત્યારશાહીનો ભોગ બની રહ્યો છે. સરકારની હોસ્પિટલનો કથિત રૂપે ગેરકાયદે કબજો લઈ લીધા બાદ શંકર ચૌધરીના ઈશારે હવે નર્સિંગની 108 જેટલી વિદ્યાર્થિનીઓને અહીંની હોસ્ટેલમાંથી તગેડી મુકવામાં આવી છે.

અહીં કેમ્પસમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરનારી દીકરીઓને કહી દેવામાં આવ્યું છે કે કોઈએ હવે ભૂલથી પણ હોસ્ટેલમાં આવવું નહીં. આ વિદ્યાર્થીનીઓને ગઈકાલે રાત્રે જ  હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે . આજે 21 એપ્રિલ 2018ના રોજ અમદાવાદની બે વિદ્યાર્થીની હોસ્ટેલમાં આવી તો તેમનો સામાન ઉંચકીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. કેટલીક છોકરીઓને એક મહિનાની રજા આપીને ઘરે  ભગાડી દેવામાં આવી છે. જે હાજર નહોતી તેવી વિદ્યાર્થીનીઓનો સામાન એક રુમમાં બંધ કરી ઉપરથી તાળું મારી દેવામાં આવ્યું છે.આ અંગે "ન્યૂઝ 18" દ્વારા તપાસ કરવામાં આવી તો જણાવવામાં આવ્યું કે, હોસ્ટેલનું રીનોવેશન કરવાનું હોઈ, વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ ખાલી કરી દેવાની સૂચના આપી છે. ચૌધરી સાહેબ, રીનોવેશન તો તબક્કાવાર પણ થઇ જ શકે'ને ! હકીકત એ છે કે , મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) દ્વારા અહીં મેડિકલ કોલેજને મંજૂરી આપવી કે નહિ તે અંગેનું ઇન્સ્પેકશન આવવાનું છે.  આ ઇન્સ્પેકશનમાં નર્સિંગની આ હોસ્ટેલને મેડિકલ કોલેજના બિલ્ડીંગ તરીકે બતાવવાની હોઈ હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે.

અમદાવાદની બે વિદ્યાર્થીનીનો સામાન ઊંચકીને બહાર ફેંકી દેવામાં આવ્યો તે જ સમયે  વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પાલનપુર સિવિલ  હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને તેમને હોસ્ટેલમાં એક રૂમ અપાવી હતી. તેમણે સરકારને તાકીદ કરી છે કે હવે અહીંની વિદ્યાર્થિનીઓ પર અત્યાચાર કરવાનું બંધ કરવામાં આવે. સિવિલની નર્સિંગ હોસ્ટેલ ખાલી કરાવવાના મામલે જિજ્ઞેશ મેવાણીએ હોસ્ટેલ સંચાલકોને ખખડાવ્યા હતા.

"આમ આદમી પાર્ટી"ના ભેમા ભાઈ ચૌધરીએ આ પગલાંને શંકર ચૌધરીની તાનાશાહી તરીકે દર્શાવી છે. યાદ રહે, આ હોસ્પિટલ સરકારની માલિકીની છે, હજુ સુધી  શંકર ચૌધરીના ટ્રસ્ટને તેનો કબજો સોંપવામાં આવ્યો નથી. આમ છતાં, ચૌધરી અહીં બેહુદુ વર્તન કરી રહ્યા છે જે અનુચિત છે.
First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर