બનાસકાંઠામાં મેવાણીનો વિરોધ, ગામમાં પ્રવેશ નહીં કરવાના લાગ્યા બેનર

sanjay kachot | News18 Gujarati
Updated: December 2, 2017, 4:43 PM IST
 બનાસકાંઠામાં મેવાણીનો વિરોધ, ગામમાં પ્રવેશ નહીં કરવાના લાગ્યા બેનર

  • Share this:

બનાસકાંઠા: વડગામના જગાણા ગામમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યાં છે. બનાસકાંઠાના જગાણા ગામના લોકોએ બેનર લગાવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે જિજ્ઞેશ મેવાણીને ગામમાં પ્રવેશ કરવો નહીં. નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણી વડગામથી ચૂંટણી લડી રહ્યો છે.


છેલ્લા ઘણા સમયથી જિજ્ઞેશ મેવાણીનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રિયમંત્રી હરિભાઈ ચૌધરીના ગામમાં જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આમ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની વડગામના જગાણા ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે.


બેનરમાં લખવામાં  આવ્યું છે કે " રાષ્ટ્ર વિરોધી જિક્ષેશ મેવાણીએ જગાણા ગામમાં પ્રવેશ કરવો નહિં અને વોટ માગવા આવવું નહિં "મહત્વનું છે કે જિજ્ઞેશ મેવાણી વડગામથી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી છે. જેની સામે ભાજપમાંથી વિજયભાઈ હરખાભાઈ ચક્રવતીએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની ટક્કર ભાજપમાંથી વિજયભાઈ સામે છે. વડગામમાંથી કોણ બાજી મારશે તે તો આવનાર 18 ડિસેમ્બરે જ ખબર પડશે.


Jignesh Mewani Vadgam


ઉલ્લેખનીય છે કે  યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ અચાનક ફેસબુક પર પોસ્ટ કરીને પોતે બનાસકાંઠાની વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. સાથે-સાથે બીજી રાજકીય પાર્ટીઓ અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માંગતા લોકોને એવી વિનંતી પણ કરી  કે આ બેઠક પરથી ઉમેદવારી ન કરે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં ભાજપને પોતાનો મુખ્ય શત્રુ ગણાવ્યો હતો . તેમણે લખ્યું કે અમારી ફાઈટ ભાજપ સાથે છે. દલિતો અને બીજા સમાજના કચડાયેલા લોકોનો અવાજ અમે વિધાનસભા સુધી પહોંચાડીશું.

First published: December 2, 2017, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading