બનાસકાંઠા : થરાદ પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા, પરિજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું

બનાસકાંઠા : થરાદ પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા, પરિજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું
થરાદમાં પ્રેમી પંખીડાનો આપઘાત

સ્થાનિક તરવૈયાઓની ટીમ અને આજુબાજુના લોકો દોડી આવી બંને યુવક યુવતીની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરી

 • Share this:
   આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજ્યમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાના બનાવ વધુને વધુ સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર પ્રેમી પંખીડાની આત્મહત્યાની ઘટના સામે આવી છે. એક પ્રેમી પંખીડાએ કેનાલમાં કુદી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે વધુ એકવાર યુવક અને યુવતીની લાશ મળી આવી હતી, બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓની ટીમ અને આજુબાજુના લોકો દોડી આવી બંને યુવક યુવતીની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.  વિગતે ઘટનાની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવી છે, પરંતુ આ કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઇ રહી છે કારણ કે લોકો આ કેનાલનો આત્મહત્યા કરવા માટે હવે વધુ ઉપયોગ કરી રહ્યા છે. આજે પણ આ કેનાલમાંથી એક પ્રેમી પંખીડાની લાશ મળી આવી છે. થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં તરતી બે લાશ દેખાતી હોવાની માહિતી મળતા જ સ્થાનિક તરવૈયા સુલતાન મીર તેમજ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલાકો સુધીની ભારે જહેમત બાદ આ પ્રેમી પંખીડાની લાશને બહાર કાઢી હતી.

  આ પણ વાંચોજામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત

  તપાસ કરતા યુવક લાખણીનો રહેવાસી 23 વર્ષીય કમલેશ હરજીભાઈ વજીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

  આ પણ વાંચોરાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

  ઉલ્લેખનીય છે કે, આજે પણ સમાજમાં ક્યાંકને ક્યાંક પ્રેમ લગ્નને પરિવારજનોની માન્યતા ન મળતી હોવાને લઈ પ્રેમી પંખીડા આત્મઘાતી પગલું ભરી જીવન ટુંકાવી રહ્યા છે. જોકે, આપઘાત કરવો એ કોઈ સાચો રસ્તો નથી. પરંતુ, પ્રેમી પંખીડાઓ આ જનમમાં એક ન થઈ શકતા, એક બીજાને આપેલા વેણને કારણે આ જનમમાં નહીં તો આવતા જનમમાં એક થઈ શું, તેમ માની આપઘાત કરી બેસે છે.
  Published by:kiran mehta
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ