બનાસકાંઠા : 'એક દુજે કે લિયે', એક પ્રેમી પંખીડાએ ઝાડે લટકી આપઘાત કર્યો, તો બીજા કપલે ટ્રેન નીચે પડતું મુક્યું

બનાસકાંઠામાં બે પ્રેમી પંખીડાનો આપઘાત

છેલ્લા એક મહિનામાં જ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની આ ચોથી ઘટના બની છે

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લામાં આજે એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી, જ્યારે ધાનેરાના રામસણ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમીપંખાડીએ આત્મહત્યા કરતા યુવકનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે.

  બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ખાસ કરીને જેની પંખીડાની આત્મહત્યા ખૂબ જ વધી ગઈ છે. આજે પણ એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી છે. જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો સહિત થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક -યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ પણ વાંચો - Real ટાર્ઝન! ખબર જ નથી કે મહિલાઓ શું હોય છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ તેમનું ફેવરેટ ફૂડ!

  તો બીજી બાજુ ધાનેરાના રામસણ ગામ પાસે પણ પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આ ઘટનામાં યુવક ટ્રેન નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

  ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા એક મહિનામાં જ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની આ ચોથી ઘટના બની છે. દિનપ્રતિદિન વધી રહેલી આત્મહત્યાની ઘટનાથી લોકોમાં પણ ચિંતાની સાથે અરેરાટી ફેલાઇ રહી છે.

  આ પણ વાંચોબનાસકાંઠા : 'તેરે બીન નહીં જીના...', પ્રેમી યુગલનો એક-બીજાને બાથ ભીડી કેનાલમાં આપઘાત

  ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પણ જાણે સુસાઈટ પોઈન્ટ સમાન બની ગઈ છે. ગત રવિવારે પણ એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. થરાદ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી અને એક પુત્રના પિતા (27) કિરણ વ્યાસ નામના યુવકને ડેડાવ ગામની 21 વર્ષીય પરણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે જીવવા મરવાના કોલ કરતાં અને સમાજ તેમના આ પ્રેમને નહીં સ્વીકારે તેવા ડરથી આજે સવારે બંનેએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
  Published by:kiran mehta
  First published: