આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કાણોદર હાઇવે પાસે દિયરે પારિવારિક ઝઘડામાં સગી ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલી પોલીસે તાત્કાલિક હત્યારા દીયરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પાસે સગા દિયરે ભાભીની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. સમગ્ર હત્યા કેસની વિગત જોઈએ તો, કાણોદર ખાતે રહેતા બચુજી ધરમાજી ઠાકોર પેન્ટિંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમની પુત્રી ગઈકાલે પડોશીના ઘરે રમવા ગઈ હતી, જે બાબતે દિયરે ભાભીને ઠપકો આપ્યો હતો, જ્યારે આજે બપોરના સમયે મંગુબેન તેમના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, તે સમયે તેમના દિયર દશરથ ઠાકોર ફરી પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગઈકાલ ની બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો -
અનોખી કહાની : '15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો', આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે
આ દરમિયાન દશરથ ઠાકોર ઉશ્કેરાઈ જતા રસોઈ કરી રહેલા તેમના ભાભીના મજામાં ધારિયાના ઘા ઝીંકી દેતા મંગુબેન લોહીલુહાણ થઈ ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ મંગુબેનના પતિ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મંગુબેનને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મંગુબેનનું રસ્તામાં કરુણ મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો -
સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા
દિયર દશરથ ઠાકોર ભાભી ની હત્યા કર્યા બાદ પોલીસ મથકે પહોંચીને પોતાને સરેન્ડર કર્યું હતું, જેથી પોલીસ પાલનપુર તાલુકા પોલીસે હત્યારા દિયરની અટકાયત કરી હતી, અને મૃતકની લાશને પી એમ અર્થે ખસેડી હત્યારા દશરથ ઠાકોર સામે 302 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય પારિવારિક ઝઘડામાં 2 સંતાનની માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.