બનાસકાંઠા : અમીરગઢ જંગલમાંથી બે માનવ કંકાલ મળ્યા, 15 દિવસથી પ્રેમી પંખીડા ગુમ હતા

બનાસકાંઠા : અમીરગઢ જંગલમાંથી બે માનવ કંકાલ મળ્યા, 15 દિવસથી પ્રેમી પંખીડા ગુમ હતા
અમીરગઢ જંગલમાંથી માનવ કંકાલ મળ્યો

આ અંગે પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાંથી યુવક-યુવતીનો માનવ કંકાલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માનવ કંકાલને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    અમીરગઢના સોનવાડી પાસેના જંગલમાંથી આજે બપોરના સમયે એક યુવક અને યુવતી નો માનવ કંકાલ મળે આવ્યો હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા જ તાત્કાલિક જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ અંગે પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા જે અંગે ની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી.



    આ પણ વાંચોરાજકોટ : Coronaએ આહિર પરિવાર પર કહેર વરતાવ્યો, ત્રણ સભ્યોએ ગુમાવ્યો જીવ, ચાર દિવસનું બાળક મમતા વિહોણુ બન્યું

    આ બાબતે પોલીસ ને શંકા જતા ગુમ થયેલા યુવક યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલ પર્સ અને કપડા સહિત ની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક યુવતી જ હોવાનું જ જણાયુ હતું જેથી પોલીસે આ બંને યુવક-યુવતીના માનવ કંકાલ ને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચોવિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

    ઉલ્લેખનીય છે કે, આ જંગલ વિસ્તાર હોવાથી અહીં જંગલી પ્રાણીઓ જરક, દીપડો અને રીંછ જેવા પ્રાણીઓ એ આ બંનેના મૃતદેહને ફાડી ખાધો હોવાનું પોલીસનો પ્રાથમિક અનુમાન છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:May 14, 2021, 19:24 pm

    ટૉપ ન્યૂઝ