બનાસકાંઠા : અકસ્માતમાં કાકા-ભત્રિજાનું મોત, એક જ પરિવારના બે સભ્યોના મોતથી શોકનો માહોલ

બનાસકાંઠા : અકસ્માતમાં કાકા-ભત્રિજાનું મોત, એક જ પરિવારના બે સભ્યોના મોતથી શોકનો માહોલ
કાર અકસ્માત થરાદ સાંચોર હાઈવે

કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજ્યમાં રોડ સેફ્ટી મામલે ખરાબ હાલત છે. રોજે રોજ અકસ્માતને પગલે કમોતે મોતને ભેટી રહ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં રોજ 18 લોકો રોડ અકસ્માતથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર એક કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને અક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં થરાદ સાચોર હાઈવે પર નટ પરિવાર ને અકસ્માત નડ્યો છે. સાચોરથી થરાદ તરફ આવી રહેલી કાર અચાનક ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કાકા- ભત્રીજા નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.  આ પણ વાંચોમોરબી : 'નાના બાળકનો હાથ કેમ મચકોડો છો', 'બાળકને બચાવવા જતા ભરવાડે હથિયારોથી મિત્રને રહેંસી નાખ્યો'

  થરાદ-સાંચોર હાઇવે પર કાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે, થરાદ તાલુકાના વજેગઢ ગામે રહેતો નટ પરિવાર પોતાની સ્વીફ્ટ કારમાં સાંચોરથી થરાદ તરફ આવી રહ્યો હતા, તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર કાકા ભત્રીજાને ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ને ઇજા થતાં સારવાર માટે થર્ડ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

  આ પણ વાંચોઅમદાવાદ: રોડ પર ખેતર પાસે ઉભી હતી રૂપલલનાઓ, કરતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી

  આ બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક જ પરિવારના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોતથી વજેગઢ ગામમાં નટ સમાજમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ અનુસાર, આકાશ હરખાભાઈ નટ (ઉ. વ. 23) અને કિશન કાંતિભાઈ નટ (ઉ. વ. 21) બંને રહે વજેગઢ, તા. થરાદ, જેમનું મોત થયું છે.
  Published by:kiran mehta
  First published:March 23, 2021, 21:02 pm

  ટૉપ ન્યૂઝ