Home /News /north-gujarat /

અલ્પેશ ઠાકોરની પાર્ટીને ચેતવણી? 'પાર્ટીને સમાજની જરૂર નહીં હોય એટલે ઠાકોરને સંગઠનમાં ન લીધા'

અલ્પેશ ઠાકોરની પાર્ટીને ચેતવણી? 'પાર્ટીને સમાજની જરૂર નહીં હોય એટલે ઠાકોરને સંગઠનમાં ન લીધા'

બનાસકાંઠામાં ઠાકોર સેનાની બેઠક

R_GJ_AACCG3666M_BNS_04_JULY_21_XATRIY_THAKOR_SENA_AVB_VIS

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. હજારો કાર્યકરોની બેઠકમાં અલ્પેશ ઠાકોરે સમાજ સંગઠન સાથે વ્યસન મુક્તિ અને આડકતરી રીતે ઠાકોર સમાજની અવગગણનાને થઈ રહી હોવાનો મુદ્દો ઉઠાવી ભાજપ, કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

  ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની રહી છે. આજે જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ડિસા પાસે ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી, જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતમાં યોજાયેલ કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચાઓ થઈ હતી.

  આ પણ વાંચો - બનાસકાંઠા : 'તેરે બીન નહીં જીના...', પ્રેમી યુગલનો એક-બીજાને બાથ ભીડી કેનાલમાં આપઘાત

  આ બેઠકમાં આડકતરી રીતે ભાજપ- કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી, સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તોય બેઠક અને વ્યસનમુક્તિના કાર્યક્રમો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. શું પાર્ટીઓ દ્વારા ગુજરાત કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે? તેના સવાલમાં અલ્પેશ ઠાકોરે પાર્ટીને જરુર નહીં હોય તો જ અવગણના કરી રહી હોવાનું નિવેદન આપતા ફરી એકવાર અલ્પેશ ઠાકોરે પાર્ટીને ચેતવણી આપી હોય તેવું નિવેદન આપ્યું હતું.

  આ બેઠકમાં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેશ ઠાકોરે પણ સમાજ સંગઠન માટે બેઠક યોજી હોવાનું જણાવી, આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે, ત્યારે આ વખતે ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર આગામી ચૂંટણી સુધી ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું, પણ આજની બેઠક એ બનાસકાંઠાના નેતાઓ માટે ચોક્કસ મુસીબતનો માર્ગ બની શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Banaskatha News, અલ્પેશ ઠાકોર

  આગામી સમાચાર