Home /News /north-gujarat /બનાસકાંઠા : પોલીસ કોન્સ્ટેબલના સરકારી ક્વાર્ટરમાંથી મળ્યો દારૂનો જથ્થો, સંડાસમાં છૂપાવ્યો હતો દારૂ

બનાસકાંઠા : પોલીસ કોન્સ્ટેબલના સરકારી ક્વાર્ટરમાંથી મળ્યો દારૂનો જથ્થો, સંડાસમાં છૂપાવ્યો હતો દારૂ

પોલીસ કોન્સેબલના ઘરેથી દારૂ ઝડપાયો

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના મહામારી (Coronavirus)ના સમયમાં બનાસકાંઠા જિલ્લા (Banaskatha District)ના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે સરકારી ક્વાર્ટરમાંથી ઝડપાયેલ ચાર બોટલ દારૂનો જથ્થો જપ્ત (Alcohol seized) કરી પોલીસ કર્મચારી (police constable) સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે. માવસરી પોલીસ મથકમાં અરવિંદભાઇ તેજાભાઈ નામનો  પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

    આ પણ વાંચો'રામ રાખે તેને કોણ ચાખે'! લગ્નના ચાર મહિનામાં જ પત્નીથી દિલ ભરાઈ ગયું, મિત્રોને આપી હત્યાની સોપારી

    આ કોન્સ્ટેબલના ઘરેથી દારૂનો જથ્થો હોવાની ખાનગી રહે માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પોલીસ લાઈનમાં આવેલ અરવિંદભાઈ સરકારી ક્વાર્ટરના સંડાશમાં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો ચાર સીલબંધ દારૂની બોટલ મળી આવી હતી.

    આ પણ વાંચો - શિક્ષકે પત્ની અને 13 મહિનાના બાળકનું ગળું કાપી નાખ્યું, પછી ફાંસી લગાવી લીધી, કેમ બની આઘાતજનક ઘટના?

    પોલીસે ચાર બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ સામે ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ નામનો આ પોલીસ કર્મચારીએ દારૂની બોટલો ક્યાંથી લાવી હતી અને કેટલા સમયથી લાવે છે, તે પીવા માટે લાવ્યા હતા કે, વેચવા માટે તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Banaskatha News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन