બનાસકાંઠા : રૂપિયા 43.14 લાખની ડુપ્લીકેટ નોટ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

News18 Gujarati
Updated: April 14, 2019, 5:11 PM IST
બનાસકાંઠા : રૂપિયા 43.14 લાખની ડુપ્લીકેટ નોટ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

રાજસ્થાનથી ખાનગી વાહનમાં પાલનપુર આવતા શખ્સ ઝડપાયો, પોલીસે તપાસ હાધ ધરી

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુર ખાતેથી પોલીસે ડુપ્લીકેટ નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચૂંટણીના માહોલની વચ્ચે આ શખ્સ પાસેથી પોલીસ રૂપિયા 43.14 લાખની માતબર રકમની નકલી નોટો ઝડપી પાડી છે. આ શખ્સ ખાનગી બસમાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી નકલી ચલણી નોટો મળી આવી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, આ શખ્સ રાજસ્થાની છે, અને તે પોતાના ખાનગી વાહનમાં રાજસ્થાનથી પાલનપુર આવી રહ્યો હતો. ચૂંટણીના માહોલના કારણે સઘન પોલીસ પહેરો હોવાથી આ શખ્સ ઝડપાઈ આવ્યો હતો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠ પશ્ચિમ પોલીસે આ વ્યક્તિ પાસે ખાનગી નોટો કબ્જે કરીને તેની વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા પાસેથી 43.30 લાખની 2 હજારની 580 ડુપ્લીકેટ નોટો ઝડપાઇ છે. બિકાનેરથી અજાણ્યા શખ્સે આપેલી નોટોની બેગ સુરતના નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવાને આપવાની હતી.
First published: April 14, 2019, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading