દિયોદરઃ યસ હત્યા કેસ! ભાગીદાર કૌશિક સોની સહિત ત્રણને પકડ્યા, હત્યાનું ચોંકાવનાનું કારણ અને કહાની જણાવી

દિયોદરઃ યસ હત્યા કેસ! ભાગીદાર કૌશિક સોની સહિત ત્રણને પકડ્યા, હત્યાનું ચોંકાવનાનું કારણ અને કહાની જણાવી
પકડાયેલા આરોપીઓની તસવીર

કૌશિક સોની સાથે યસ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબૂ બંને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયેલ તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા જેથી બંને વચ્ચે ઝગડો થતા મનદુઃખ થયું હતું.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે જેમાં ભાગીદારે જ ભાગીદારનું કાસળ કાઢી નાંખ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. થરાદ પોલીસે અત્યારે હત્યારા ભાગીદાર સહિત ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 11 મે ના રોજ અમદાવાદના રહેવાસી યસ પ્રજાપતિ લાશ મળી આવી હતી જેમાં થરાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા તેમાં ભાગીદારેજ ભાગીદાર ની હત્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો મૂળ દિયોદરનો વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની  અમદાવાદ ના ચાંદલોડિયા ખાતે રહે છે જે સોના ચાંદી તેમજ એમસીએકસનો ધંધો કરતો હોઇ અને તેની ઓળખાણ મૃતક યસ પ્રજાપતિ સાથે થતાં બને એકબીજાના પરિચયમાં આવતાં સોના-ચાંદીના ધંધાના ભાગીદાર બની ધંધો ચાલુ કર્યો હતો.  તે દરમ્યાન કૌશિક સોની સાથે યસ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબૂ બંને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયેલ તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા જેથી બંને વચ્ચે ઝગડો થતા મનદુઃખ થયું હતું. બાદમાં બંને ધંધાના ભાગીદાર હોઇ ધંધામાં નુકસાન જતાં દુકાન બંધ કરતી વખતે ચાંદીના ભાગ પાડવા બાબતે પણ બંને વચ્ચે બોલાચાલી થતા ઝધડો વધી ગયેલ અને બન્ને એકબીજા ઉપર શંકા વહેમ કરવા લાગ્યા હતા. તેવા જ સમયે કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુન્હામાં પકડાઇ ગયેલ અને જેમાં સાત મહિના જેલમાં રહેલ.

  આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

  આ પણ વાંચોઃ-સુરતઃ પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ લોકોને ભેગા કરવું PIને ભારે પડ્યું, પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ

  તેના કારણે તેને પારિવારીક તથા આર્થીક મોટુ નુકસાન થયું હતું.જેથી કૌશીક સોનીએ પોતાને પોલીસે પકડેલ તેમાં યસ પ્રજાપતિનો હાથ હોવાનુ માની લઇ તેનો બદલો યસ પ્રજાપતિ પાસે લેવાનુ નકકી કર્યું હતું, જેથી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસ ની મદદથી યસ પ્રજાપતિને વિશ્વાસ માં લઈ સમજાવી ફોસલાવી પોતાની પાસે બોલાવ્યા હતો. યસ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટીગની અરજીઓ હોવાની વાત કૌશીક સોની જાણતો હોઇ તેણે યસને બોલાવી પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા કઢાવવા હતા.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ પતિની ધોલાઈનો live video, કાલોલ બસ સ્ટેન્ડ પર પત્ની અને સાસુએ લફરાબાજ પતિન ધોઈ નાંખ્યો

  આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસ થઇ યસને ડરાવવા સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલ યસ પ્રજાપતિને તેની હોન્ડાસીટી ગાડીમાં લઇને ચાણાસ્મા ખાતે લઇ આવતાં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવી યસ પ્રજાપતિને ગાડીમાં બેસાડેલ અને ત્યાંથી કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલ.

  આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

  ત્યાંથી યસ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા અને ત્યાં દિવ્યેશ પટેલ પણ પાછળથી આવી આ ચારેય જણાએ યસ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી તેને ગડદાપાટુનો માર મારી કૌશિકે તેનો અગાઉનો બદલો લેવા તેની પાસે બે લાખ રૂપિયા માંગણી કરતાં યસ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર  કરાવ્યું હતું. અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી મેળવેલ. યસ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોઇ તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો.  અને બાદમાં યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે તો તે બધા ઉપર ફરીયાદ કરી જેલમાં પુરાવી દેશે તેવા ડરના કારણે યસ પ્રજાપતિને અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખી  રાતના બે વાગ્યે ચારેય શખ્સોએ કેનાલ ઉપર જઇ યસ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી નાસી ગયા હતા. આમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ થી સમગ્ર હત્યા નો ભેદ ઉકેલી  કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ  વ્યાસ ને ગણતરીના દિવસોમાંજ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
  Published by:ankit patel
  First published:May 28, 2021, 22:26 IST

  ટૉપ ન્યૂઝ