Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ વેશ પલટો કરી ફરતો વોન્ટેડ આરોપી માસ્તર રબારી ઝડપાયો, વાવ, થરાદ અને ઊંઝામાં મચાવ્યો હતો 'આતંક'

બનાસકાંઠાઃ વેશ પલટો કરી ફરતો વોન્ટેડ આરોપી માસ્તર રબારી ઝડપાયો, વાવ, થરાદ અને ઊંઝામાં મચાવ્યો હતો 'આતંક'

આરોપીની તસવીર

આ વોન્ટેડ આરોપી તુષાર ઉર્ફે ઠાકરશી ઉર્ફે માસ્તર ખેતાભાઇ રબારી મૂળ વાવના ભાટવરવાસનો વતની છે એન તેના પર ઊંઝા, વાવ અને થરાદમાં અલગ-અલગ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banaskantha) ભાભર (bhabhar) પાસેથી અલગ-અલગ ગુનાઓમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને (wanted accused) પોલીસે દબોચી લીધો છે આરોપી વાવ, થરાદ અને ઊંઝા સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 8 ગુનાઓમાં ફરાર હતો અને વેશપલટો કરીને જગ્યા બદલતો રહેતો હતો જે વોન્ટેડ આરોપીને ભાભર પોલીસે (bhabhar police) ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી છે.

    બનાસકાંઠાના ભાભર પોલીસે અલગ-અલગ 8 ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે. આ વોન્ટેડ આરોપી તુષાર ઉર્ફે ઠાકરશી ઉર્ફે માસ્તર ખેતાભાઇ રબારી મૂળ વાવ ના ભાટવરવાસનો વતની છે એન તેના પર ઊંઝા, વાવ અને થરાદમાં અલગ-અલગ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

    આરોપી અગાઉ લાજપોર સુરત જેલ ખાતે પાસા કાપી ને પણ આવેલો છે આ વોન્ટેડ આરોપી તુષાર છેલ્લા ઘણા સમયથી પોલીસથી નાસ્તો કરતો હતો અને વેશ પલટો કરીને અલગ અલગ જગ્યાએ પોલીસ થી છુપાઈને ફરતો હતો.

    આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

    આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

    જેની ખાનગી રાહે બાતમી મળતા જ ભાભર પોલીસે તેને વાવ ત્રણ રસ્તા પાસેથી ઈનોવા ગાડી માંથી ઝડપી પાડ્યો છે. જે અંગે ભાભર પોલીસે ગુના નોંધાયેલ પોલીસ સ્ટેશન માં ઝડપાયેલા આરોપી અંગેની જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



    ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ગુજરાતમાં ગુનાઓને ડામવા માટે કુખ્યાલ લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. અને વોન્ટેડ લોકોને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ભાભર પોલીસે પણ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો. જે આઠથી વધારે ગુનામાં નાસતો ફરતો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha, Latest crime news, Wanted

    આગામી સમાચાર