બનાસકાંઠાઃ થરાદ-ડીસા હાઇવે પર વડોદરાનો વેપારી લૂંટાયો, જીપમાં આવેલા ચાર લોકોએ ગન પોઈન પર ફિલ્મી ઢબે ચલાવી લૂંટ

થરાદ પોલીસ

બંનેને પાછળની સીટમાં બેસાડી ઘેનની ગોળીઓ ખવડાવી હતી તેમજ બંનેને અર્ધબેભાન અવસ્થામાં ગાડીમાંથી ઉતારી દઇ પાસેથી કાર, બે મોબાઈલ અમે 5 હજાર રોકડની લૂંટ આચારી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના (banaskantha) સરહદી વિસ્તારમાં થરાદ (tharad) પાસે આજે એક સ્ટીલ ફર્નિચરનો વેપારી લૂંટાયો (loot with tredar) હોવાની ઘટના સામે આવી છે. વેપારી અને તેનો મિત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો તે સમયે 4 શખ્સો એ તેમની ગાડી આંતરી બંદૂકની અણીએ (Gun point) ધાક-ધમકી આપી તેમની કાર, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી ગયા હોવાની ફરિયાદ થરાદ પોલીસ (tharad police) મથકે નોંધાઇ છે.

  થરાદ ડીસા હાઈવે પર કારમાં જઈ રહેલા વેપારી અને તેના મિત્ર સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજસ્થાનના સાંચોર તાલુકાના અચલપુર ખાતે રહેતા દાનારામ ચૌધરી વડોદરા ખાતે સ્ટીલ ફર્નિચરનો શોરૂમ ધરાવે છે.

  જેઓ ગઇકાલે મોડી સાંજે તેમના વતનથી વડોદરા તરફ જવા નીકળ્યા હતા અને રસ્તામાં થરાદના ભડવેલ ગામેથી તેમના એક મિત્ર નિલાભાઈ પટેલ પણ અમદાવાદ જવાનું જોઈ તેમની સાથે જોડાયા હતા.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા વગરની 12 વર્ષની દીકરીનો દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, વીરુ, અક્ષય અને અવી આવ્યા કાયદાના સકંજામાં

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  આ બંને મિત્રો થરાદથી વડોદરા તરફ રવાના થયા તે દરમિયાન હાઇવે પર એક સફેદ ડસ્ટર કાર ચાલકે તેમની ગાડીને આંતરીને ઉભી રખાવી અને કાર ચાલક દાનાભાઇ કાંઈ સાંજે તે પહેલાં જ ડસ્ટર ગાડીમાંથી ઉતરેલા 4 શખ્સો એ તેમની બંદૂક બતાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી.

  આ પણ વાંચોઃ-દુલ્હનની જેમ સજી પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અવાજ પણ બદલ્યો છતાં પકડાયો, પછી શું થયું જુઓ જોરદાર vide

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ રીસામણે ગયેલી પત્નીને મળવા ગયો પતિ, સાસરિયાઓએ ભેગા મળીને પથ્થરના ઘા મારીને જમાઈની કરી હત્યા

  આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

  અને બંનેને પાછળની સીટમાં બેસાડી ઘેનની ગોળીઓ ખવડાવી હતી તેમજ બંનેને અર્ધબેભાન અવસ્થામાં ગાડીમાંથી ઉતારી દઇ પાસેથી કાર, બે મોબાઈલ અમે 5 હજાર રોકડની લૂંટ આચારી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.  ઘટના ની જાણ થતાં જ દાનારામ ચૌધરી ના સગા સંબંધીઓ તેમજ થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૂર્છિત અવસ્થામાં બંને વેપારીઓને સારવાર અર્થે ખસેડી હતા. લૂંટ કરી ફરાર થનાર ચારેય અજાણ્યા સામે ગુન્હો નોંધી થરાદ પોલીસે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: