બનાસકાંઠા: મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

બનાસકાંઠા: મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત, સમગ્ર પંથકમાં અરેરાટી
અકસ્માતમાં બેનાં મોત.

Banaskantha news: મોડી રાત્રે બાઇક પર જતાં બે યુવક રોડ પર પટકાયા હતા, બંનેના ઘટના સ્થળે જ મૃત્યું થયાં.

  • Share this:
    બનાસકાંઠા: રાજ્યમાં દરરોજ અકસ્માત (Road accidents)ની અનક ઘટના બનતી હોય છે, જેમાં લોકો જીવ પણ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં બુધવારે રાત્રે થયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. બાઈક સ્લીપ થઈ જતાં બંને યુવકો નીચે પટકાયા હતા. જે બાદમાં તેમનું મૃત્યું થયું હતું. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

    મળતી માહિતી પ્રમાણે ડીસા રસાણા કૉલેજ ખાતે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં બે યુવકો રોડ પર પટકાયા હતા. બાઇક સ્લીપ થતાં બંને નીચે પટકાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોનાં મૃત્યુ થયા હતા. બાઇક ચાલક બંને યુવકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.



    આ પણ વાંચો: ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદની મહિલાને ઓનલાઇન મિત્રતા ભારે પડી, ગઠીયાએ આ રીતે 'બાટલી'માં ઉતારી દીધી 

    મૃતક યુવકોનાં નામ પ્રકશજી પાંચાજી ઠાકોર અને શુખાજી વિહાજી ઠાકોર (રહે. ખરડોસણ) છે. પોલીસે આ મામલે લાશનો કબજો લઈને તેમને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. આ મામલે ડીસા તાલુકા પોલીસે (Deesa taluka police) વધારે તપાસ હાથ ધરી છે.



    આ પણ વાંચો: વિસનગરમાં ત્રણ આખલા પર એસિડ ફેંકાતા અરેરાટી, એક આખલાનું મોત

    મળતી માહિતી પ્રમાણે બાઇક સ્લીપ થયા બાદ બંને યુવકો નીચે પટકાયા હતા. જેના પગલે બંનેને માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ઘટના સ્થળે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. ઘટનાની જાણ કરાતા 108 પણ બનાવ સ્થળે પહોંચી હતી પરંતુ બંને યુવકનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.

    આ પણ વાંચો: છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં

    જિલ્લાના અન્ય સમાચાર:

    ગોગા મહારાજના મંદિરમાંથી સાત કિલો ચાંદીના છત્તરની ચોરી: જિલ્લાના વાવા તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગા મહારાજના મંદિરમાં મંગળવારે દિવસે અજાણ્યા લોકો હાથફેરો કરી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવી તાળું તોડી મંદિરમાંથી આશરે છથી સાત કિલો ચાંદીના છતર સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા. સાજે મંદિરના પૂજારી ભૂરાજી મહારાજ પૂજા કરવા આવતાં તાળું તૂટેલું જોયું હતું. જે બાદમાં ગામના લોકો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:July 22, 2021, 07:41 am

    ટૉપ ન્યૂઝ