બનાસકાંઠાઃ પાલનપુર RTO સર્કલ પાસે ટેન્કરચાલકે બે કાર-રિક્ષાને અડફેટે લીધી,6નાં મોત

બનાસકાંઠાઃ પાલનપુર RTO સર્કલ પાસે ટેન્કરચાલકે બે કાર, રિક્ષાને અડફેટે લીધી,6નાં મોત.

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુર RTO સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બે કાર, રિક્ષા સહિતનાં ચારથી વધુ વાહનોને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં છ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે તેમ જ ચારથી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    મળતી વધુ વિગત મુજબ, પાલનપુર-આબુ હાઇવે પર ગઈકાલે સાંજે RTO સર્કલ પાસે આવેલી એક હોટલ નજીક અમીરગઢ, ડીસા અને પાલનપુરના વેપારીઓ ગાડી પાર્ક કરીને ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન પૂરઝડપે આવી રહેલું ટેન્કર સીધું હોટલ તરફ ધસી આવતાં બે કાર, રિક્ષા અને બીજા વાહનોને અડફેટે લઈ ખુડદો બોલાવી દીધો હતો. આ ગોજારા અકસ્માતમાં છ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને 4થી વધુ વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર વ્યક્તિ અમીરગઢની હતી, જ્યારે એક પાલનપુર અને એક વ્યક્તિ ડીસાની હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટેન્કરચાલાકની અટકાયત કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરચાલાક નશો કરી ટેન્કર ચલાવી રહ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: