બનાસકાંઠાઃ જંગલમાંથી વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી

બનાસકાંઠાના જંગલમાંથી વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી.

  • Share this:
    બનાસકાંઠાઃ જંગલમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળવાના સમાચાર મળ્યા છે. યુવક પાલનપુરના હથિદ્રા ગોશાળામાં નોકરી કરતો હતો.

    વધુ વિગત પ્રાપ્ત અનુસાર, પાલનપુરના હથિદ્રા ગોશાળામાં નોકરી કરતા યુવકની બનાસકાંઠાના જંગલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. યુવકની જંગલમાં વૃક્ષ પર લટકતી હાલતમાં લાશ મળી છે. યુવક બે દિવસ પહેલાં જ ગુમ થયો હતો. વૃક્ષ પર લટકટી લાશને જોવા ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ અને પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે.
    Published by:Sanjay Joshi
    First published: