બનાસકાંઠા: થરાદમાં નવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ

બનાસકાંઠા: થરાદમાં નવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ
પોલીસે એકની ધરપકડ કરી.

પોલીસે બાતમી આપીને ચોરી કરાવનાર મુખ્ય શખ્સની અટકાયત કરી, તેની પાસેથી ગાળેલું સોનુ સહિત 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ (Tharad)માં નવી મોડેસ ઓપરેન્ડી (New modus operandi)થી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ (Interstate gang)નો પર્દાફાશ થયો .છે જેમાં બાતમી આપી ચોરી કરાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

    થરાદ પોલીસે સરહદી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. જેમાં થરાદ તાલુકાના ડુવા ગામના મૂળ વતની અને રાજસ્થાનના ભિનમાલ ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતો પોપટલાલ સોની કે જે ગામડાઓમાં રેકી કરી તેમના સાગરીતોને બાતમી આપી ચોરી કરાવતો હતો. જે બાદમાં ચોરીનો મુદ્દામાલ પોતે રાખી તેને પોતાની દુકાનમાં ઓગાળીને બજારમાં વેચી દેતો હતો.



    આ પણ વાંચો: ભાવનગર: લગ્નના સાતમા દિવસે પતિએ પત્નીને કહ્યું,'તું મને ગમતી નથી, પાંચ કરોડ લઈને આવે તો રાખીશ'

    આ અંગે પોલીસને વિશ્વાસુ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે માહિતી મળતા જ વૉચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોપટલાલ સોનીને બોલાવી કડક પૂછપરછ કરતા તેણે રેકી કરીને તેના બે માણસો પાસે ત્રણ જગ્યાએ ચોરીઓ કરાવી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ચોરી કરેલા 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાના ડરથી લોકો અસ્થિ લેવા પણ નથી આવતા! ત્રણ મહિનામાં 1,000 અસ્થિ એકઠા થયા

    પોલીસે પોપટલાલ સોનીની બાતમીના આધારે ચોરી કરનાર માંગીલાલ હરચંદજી દેવાસી અને દિનેશ પાંચાજી પટેલ નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ અંગે એએસપી પૂજા યાદવે ચોરી કરાવનાર મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!

    આ પણ વાંચો: બિઝનેસમેન જમાઈએ સાસુ-સસરા, પત્ની અને સાળીને માછલીમાં ભેળવીને ખવડાવી દીધું ઝેર, ત્રણ લોકોનાં મોત

    ઉલ્લેખનીય છે કે પોપટલાલ સોની સોનીકામનો વ્યવસાય કરતો હતો. જેથી અન્ય સોના ચાંદીનું કામ કરાવતા લોકો પાસે કેટલું સોનું ચાંદી અને રોકડ રકમ પડી હોય છે તેની માહિતી તેને આસાનીથી મળી જતી હોય છે. આ માહિતીનો ગેરલાભ ઉઠાવી તે તેમના સાગરીતો પાસે ચોરી કરાવતો હતો. આ રીતે એક નવી જ મોડેસ ઓપરેન્ડીનો થરાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 12, 2021, 15:31 pm

    ટૉપ ન્યૂઝ