Home /News /north-gujarat /બનાસકાંઠા: પત્નીના આડા સંબંધથી કંટાળી યુવકનો આપઘાત, મરતા પહેલા વીડિયો વાયરલ કર્યો

બનાસકાંઠા: પત્નીના આડા સંબંધથી કંટાળી યુવકનો આપઘાત, મરતા પહેલા વીડિયો વાયરલ કર્યો

આપઘાત કરી લેનાર યુવક.

Banaskantha news: પરિણીત વિદ્યાર્થીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ (Suicide note) લખી અને વીડિયો વાયરલ કર્યો, પોલીસે પત્ની સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ (Tharad)માં એક પરિણીત વિદ્યાર્થી (Married student)એ તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટ અને આપઘાત (Suicide) પહેલાના વીડિયોને આધારે પોલીસે મૃતકની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, "કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે પાયલનું (મૃતકની પત્ની) સાથે સેટિંગ કરાવ્યું. મને ખૂબ હેરાન કર્યો છે."

    મળતી માહિતી પ્રમાણે ભાભર તાલુકાના ચલાદર ગામ (Chaladara Village) અમરત રાઠોડ (Amrat Rathod) નામનો યુવક થરાદ ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. અમરતના લગ્ન પાયલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેની પત્નીના અન્ય યુવકો સાથે આડા સંબંધો હોવાની જાણ અમરતને થઇ હતી. જે બાદમાં અમરતે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમરતની પત્નીએ તેની વાત માની ન હતી અને આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા. (વાંચો: હૃદયને હચમચાવી દેતી સુસાઇડ નોટ)

    આખરે પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. આજે વહેલી સવારે તે પોતાના ઘરેથી થરાદ આઇટીઆઈ જવાનું કહી નીકળ્યા બાદ કલાપી હોટલમાં પહોંચી ગયો હતો. અહીં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં તેની પત્નીના આડાસંબંધોને કારણે પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

    આ મામલે એક વીડિયો પણ વાયરલ થયો છે. અમરતે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં પત્નીના આડા સંબંધોથી કંટાળીને મજબૂર થઈ આ પગલું ભર્યું હોવાનું બોલી રહ્યો છે. આત્મહત્યા માટે તેણે તેની પત્ની સહિત અન્ય ચાર યુવકોને જવાબદાર ઠેરવ્યા હતા.

    અમરતનો આ વીડિયો તેના પરિવારજનોને પાસે પહોંચતા જ તેના પરિવારજનો પોલીસ સાથે કલાપી હોટલ ખાતે પહોંચ્યા હતા. જે મામલે થરાદ પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સુસાઇડ નોટ અને વીડિયોના આધારે મૃતકની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તમામ લોકો ભાભર તાલુકાના અબાસણ ગામના વતની છે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: સગા સાળાઓએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને બનેવીને પતાવી દીધા

    આ લોકો સામે નોંધાયો ગુનો:

    1) પાયલ રાઠોડ (પત્ની)
    2) કિશન
    3) પ્રવીણ
    4) અનિલ
    5) વિષ્ણુ

    વાયરલ વીડિયોમાં યુવકે શું કહ્યું?

    વાયરલ વીડિયોમાં આપઘાત પહેલા યુવક કહી રહ્યો છે કે, "કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે પાયલનું (મૃતકની પત્ની) સાથે સેટિંગ કરાવ્યું. મારા લગ્ન થયા હોવા છતાં આવા ધંધા કરાવ્યા. મારી ઇચ્છા એવી છે કે કિશનને સજા થવી જ જોઈએ. મને બહુ હેરાન કર્યો છે. પાયલના મોબાઇલ નંબરની છેલ્લા એક વર્ષની વિગતો કાઢો. તેણીએ કોની કોની સાથે વાત કરી છે તેનો ભાંડો ફૂટો જશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, આત્મહત્યા, પોલીસ