ડીસા: નવો પેતરો, દૂધના વાહનમાં દારૂની હેરાફેરી, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા હાઈવે પરથી દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા શક્સને મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: October 12, 2018, 8:25 PM IST
ડીસા: નવો પેતરો, દૂધના વાહનમાં દારૂની હેરાફેરી, 5 લાખનો મુદ્દામાલ જપ્ત
ડીસા હાઈવે પરથી દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા શક્સને મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
News18 Gujarati
Updated: October 12, 2018, 8:25 PM IST
ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યના દરેક શહેરમાં લગભગ ખાનગીમાં દારૂનો ધંધો ચાલતો હોય છે. રોજબરોજ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો નવા નવા પેતરા અજમાવતા હોય છે. કેટલીક વખત પોલીસને અંધારામાં રાખી દારૂની હેરાફેરી કરવામાં બુટલેગરો સફળ થઈ જાય છે, પરંતુ ક્યારેક પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થાય છે. આવો જ કિસ્સો ડીસાથી સામે આવ્યો છે. પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરી રહેલ એક વાહન ઝડપી પાડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જીલ્લા એલ.સી.બીને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ગેરકાયદેસર ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ડીસા હાઈવે પર વોચ ગોઠવી હતી. જેને પગલે શંકાસ્પદ જણાતા એક દૂધના વાહનનું ચેકિંગ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ ઝડપી છે.

મહત્વની વાત એ છે કે, ડીસા હાઈવે પરથી દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા શક્સને મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જીલ્લા એલસીબીએ દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ દૂધની આડમાં દારીની હેરાફેરી કરતા વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...