Home /News /north-gujarat /પરથી ભટોળ પોતે કૌભાંડી, સરકાર પાસે છે પૂરતા પૂરાવા, ગમે તે ક્ષણે કરાશે FIR: શંકર ચૌધરી
પરથી ભટોળ પોતે કૌભાંડી, સરકાર પાસે છે પૂરતા પૂરાવા, ગમે તે ક્ષણે કરાશે FIR: શંકર ચૌધરી
પરથી ભટોળે કહ્યું કે, બનાસડેરીની ચૂંટણીમાં હરીફોએ પ્રપંચથી જીત મેળવી છે તેવા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી સમયે બેલેટ પેપર બદલી ગોલમાલ કરવામાં આવી હતી
પરથી ભટોળે કહ્યું કે, બનાસડેરીની ચૂંટણીમાં હરીફોએ પ્રપંચથી જીત મેળવી છે તેવા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી સમયે બેલેટ પેપર બદલી ગોલમાલ કરવામાં આવી હતી
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બનાસકાંઠાના રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો જબરદસ્ત વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળ દ્વારા બનાસડેરીમાં ચૂંટણી સમયે બેલેટ પેપર બદલાયા હોવાનો આક્ષેપ કરી બનાસડેરીની ચૂંટણી હરીફોએ પ્રપંચથી જીતી હોવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપે પણ કાઉન્ટર એટેક કર્યો છે.
આ મુદ્દે ભાજપના નેતા અને શંકર ચૌધરીએ પરથી ભટોળના આક્ષેપ વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ પોતાની હાર જોતા વર્ષો બાદ ખોટા આક્ષેપ કરી રહ્યા છે. પરથી ભટોળ ખુદ કૌભાંડી છે. પરથી ભટોળ વિરુદ્ધ સરકાર પાસે પુરતા પુરાવાઓ પણ છે. સરકારની સૂચના બાદ ગમે તે ક્ષણે પરથી ભટોળ વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે અચાનક ચૂંટણી નજીક છે ત્યારે બનાસડેરીની ચૂંટણીમાં હરીફોએ પ્રપંચથી જીત મેળવી છે તેવા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી સમયે બેલેટ પેપર બદલી ગોલમાલ કરવામાં આવી હતી, બેલેટ પેપર પર નંબર પણ છપાયેલા ન હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ ગોલમાલમાં બનાસડેરીના વર્તમાન સત્તાધીશો સામેલ છે.
પરથી ભટોળે કહ્યું કે, આ ષડયંત્રમાં તત્કાલિન ચૂંટણી અધિકારીઓ પણ સામેલ. પરથી ભટોળના આક્ષેપો બાદ તેમની પાસે પુરાવા છે કે, માત્ર રાજકીય વાતો છે તે મુદ્દે અનેક સવાલ. આ સિવાય ચૂંટણી સમયે જ કેમ પરથી ભટોળે ચૂંટણીમાં ગોલમાલ થઈ તેવુ યાદ આવ્યું તે પણ એક પ્રશ્ન.
ઉલ્લેખનીય છે કે, બનાસડેરીની 2015ના ડિસેમ્બરમાં ચૂંટમી યોજાઈ હતી, જેમાં ભાજપના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની પેનલની જીત થઈ હતી.