બનાસકાંઠાઃ બટાટામાં તેજી, ખેતરમાં પહોંચી વેપારીઓની ઊંચા ભાવે બટાટાની ખરીદી શરૂ

News18 Gujarati
Updated: March 26, 2018, 4:50 PM IST
બનાસકાંઠાઃ બટાટામાં તેજી, ખેતરમાં પહોંચી વેપારીઓની ઊંચા ભાવે બટાટાની ખરીદી શરૂ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
બનાસકાંઠાઃ બટાટા પકવતા ખેડૂતો અને વેપારીના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સતત ચાર વર્ષથી બટાટાની ખેતી કરતા ખેડૂતો ભાવો ન મળતાં દેવાંના ડુંગર તળે દબાયા હતા, પરંતુ આ વર્ષે ઉત્પાદન ઓછું અને અન્ય રાજ્યોમાં બટાટાની માગ વધતાં બટાટાના ભાવો વધી જતાં વેપારીઓ અને ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.

બનાસકાંઠા એ બટાટાની ખેતી પર નિર્ભર કરતો જિલ્લો કહેવાય છે. જો બટાટાના ભાવ સારા રહે તો જિલ્લામાં દરેક ધંધામાં તેજી રહે છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષથી આ જ બટાટાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા. બનાસકાંઠાના ખેડૂતો અને વેપારી છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ભાવ ન મળતાં બટાટામાં વ્યાપક નુકસાન કરી બેઠા હતા, જેને કારણે છેલ્લાં બે વર્ષમાં 10 જેટલા દેવાદાર બનેલા ખેડૂત અને વેપારીઓએ આત્મહત્યા કરી હતી.આ વર્ષ કેવું રહેશે એ નક્કી ન હોવા છતાં ખેડૂતો એ હિંમત રાખી બટાટાનું વાવતેર કર્યું હતું. ચાલુ વર્ષે પ્રથમ સામાન્ય તેજી બાદ ધીરે ધીરે અન્ય રાજ્યોની માગ વધતાં વેપારીઓ ખેડૂતોનાં ખેતરમાં પહોંચી ઊંચા ભાવે બટાટાની ખરીદી શરૂ કરી રહ્યા છે.

આજે રૂ.80 કત્તા બટાટાનો ભાવ 200થી 250 સુધી પહોંચી ગયો છે. સતત ચાર-પાંચ વર્ષમાં ન મળેલા ભાવો આ વખતે ખેડૂતને તેમના ખેતરમાં મળી રહ્યા છે. હાલ ખેડૂતો એટલા ખુશ છે કે ખેતરમાં બટાટાનો પાક લેતા નાચી ઊઠી રહ્યા છે અને જેનો વિડિયો પણ વાઇરલ થવા પામ્યો હતો. જોકે ભાવો મળતાં ખેડૂતો રાહતનો દમ તો લીધો જ છે અને સાથે સાથે સારા ભાવને કારણે તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે.

ખેડૂત મગનભાઈ જણાવ્યું હતું કે આ વખતે બટાટાના ભાવો મળતાં ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે. સતત ચાર વર્ષથી ભાવો ન મળતાં ખેડૂતો આત્મહત્યા કરતા હતા, પરંતુ હવે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.બટાટાના વેપારી રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર દેશની વાત કરીએ તો 10 કરોડ કત્તા બટાટાનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે બનાસકાંઠામાં પણ એક કરોડ બટાટાના કત્તાનું ઉત્પાદન ઘટ્યું છે અને ઉત્પાદન ઘટવાને કારણે તેજી આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ ઉત્પાદન ઘટતાં બટાટાની માગ વધી છે અને તેથી જ વેપારીઓ પણ ખેડૂતો પાસેથી ઊંચા ભાવે બટાટા ખરીદી કરી રહ્યા છે. જોકે 2014 બાદ આ તેજી અને આટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.

કોલ્ડસ્ટોરેજના માલિક પરેશભાઈ માળીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં બટાટા સંગ્રહ માટે 200 કોલ્ડસ્ટોરેજ આવેલાં છે, જોકે દર વર્ષે સ્ટોરેજ ભરાઈ જતાં હતાં, પરંતુ ચાલુ સાલે વાવેતર અને ઉત્પાદન ઘટવાને કારણે અનેક કોલ્ડસ્ટોરેજ ખાલી રહી જવા પામ્યાં છે. ગુજરાતમાં એક કરોડ કત્તા અને આખા દેશમાં સાત કરોડ કત્તા જેટલું ઉત્પાદન ઘટતાં સ્ટોરેજ ખાલી રહી જવા પામ્યાં છે. ઉત્પાદન ઘટતાં માગ વધી છે અને આજે ખેતરોમાંથી ખેડૂતોના બટાટા વીસ કિલોના 200થી 250ના ભાવ મળી રહ્યા છે, જે ખેડૂતો માટે ખૂબ જ સારા ભાવ છે.

જે બટાટા વેપારી ખરીદી અન્ય માગ મુજબ બીજા રાજ્યોમાં કે સ્ટોરેજમાં સ્ટોક કરી રહ્યા છે. હાલ સ્ટોરેજમાં પડેલા બટાટાનું ભવિષ્ય પણ સારું લાગી રહ્યું છે અને સ્ટોક કરનાર ખેડૂત અને વેપારી બન્નેને ફાયદો થાય એવું લાગી રહ્યું છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 26, 2018, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading