બનાસકાંઠામાં બટાકાના ભાવ ન મળતાં ખેડૂતોની હાલત બની કફોડી

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 30, 2017, 5:15 PM IST
બનાસકાંઠામાં બટાકાના ભાવ ન મળતાં ખેડૂતોની હાલત બની કફોડી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
બટાકા નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠા જિલ્લામાં હવે ઓળખ સમા બટાકા જ હોવી ખેડૂતો અને વેપારીઓ માટે આફત બની ગયા છે. હવે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે ખેડૂતો અને વેપારીઓએ બટાકા બહાર ફેંકવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બટાકાના ખેડૂતો ને હવે બટાટા રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી બટાટાના ભાવો મળતા નથી મોંઘાદાટ બિયારણ અને કાળી મજૂરી કરી ખેડૂતો બટાટાનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતો ને બટાટાના ભાવો ન મળતા તેમની હાલત કફોડી બની ગઈ છે.

બટાટાના ભાવો મળશે તે હેતુથી ખેડૂતો એ બટાટા સ્ટોર કર્યા હતાં. હાલમાં લગભગ 40 લાખ જેટલા બટાટાના કટ્ટા સ્ટોરેજમાં પડ્યા છે પરંતુ છેલ્લે સુધી કોઈજ ભાવો મળ્યા નથી અને નવા બટાટા આવવાની સિઝન શરૂ થઈ જતા સ્ટોરેજમાં પડેલા બટાટાનો નિકાલ ક્યાં કરવો તે પણ પ્રશ્ન ઉભો થયો છે.

વેપારીઓએ ખેડૂતોને સ્ટોરેજમાં પડેલા બટાટા લઈ જવા માટે નોટિસો આપવા છતાં કોઈજ ખેડૂતો બટાટા લઇ જવા તૈયાર નથી. કરણ કે સ્ટોરેજમાં મુકેલ બટાટાનું ભાડું પણ આપી શકે તેટલા રૂપિયા પણ ઉપજતા નથી. જેથી ના છૂટકે વેપારીઓ સ્ટોરેજ માં મુકેલ આ બટાટા જાહેરમાં ફેંકી નિકાલ કરી રહ્યા છે. હાલમાં જે પ્રમાણે ભાવ છે તે જોતા ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે ત્યારે સરકાર બટાટા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરે તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
First published: December 30, 2017, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading