બનાસકાંઠા: પોલીસે માનવતા મૂકી નેવે, કચરાની વાનમાં લઇ જવાઇ લાશ

News18 Gujarati
Updated: April 4, 2019, 4:26 PM IST
બનાસકાંઠા: પોલીસે માનવતા મૂકી નેવે, કચરાની વાનમાં લઇ જવાઇ લાશ
પોસ્ટમોર્ટમ માટે દવાખાને નગરપાલિકાની કચરા ગાડીમાં લઇ જવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ માટે દવાખાને નગરપાલિકાની કચરા ગાડીમાં લઇ જવામાં આવ્યો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બાનસકાંઠા: કાંકરેજ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પોલીસે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ માટે દવાખાને નગરપાલિકાની કચરા ગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રોષ સામે પોલીસે જવાબ આપતા કહ્યું હતું કે અમને તે સમયે બીજું વાહન ન મળતા આમાં લઇને આવ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે બુધવારે  કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી પસાર થતી મુખ્ય કેનાલમાં 30 વર્ષના યુવકની લાશ પાણીના તરતી હતી. જે સાયફન જોડે અટકી ગઇ હતી. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતાં થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇને ગુનો નોંધ્યો હતો. જે બાદમાં પોલીસે લાશને  નગરપાલિકાની કચરા પેટીની ગાડીમાં રેફરલમાં લવાતા લોકો રોષમાં આવી ગયા હતાં.

આ પણ વાંચો: ક્રોસવર્ડનાં વોશરૂમમાં સગીરાનો વીડિયો ઉતારનારા યુવાનની ધરપકડ

યુવક કોણ છે તેની જાણ નથી

મૃતક યુવકે લાલ કલરનું શર્ટ તેમજ વાદળી કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું. જેના વાલી વારસદારોની ઓળખ થઇ ન હતી. જેની હાલ થરા પોલિસ સ્ટેશન ખાતે નોંધ કરી લાશની ઓળખાણ માટે થરા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: April 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading