Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ વિદેશી દારૂ ભરેલું ટ્રેલર પકડાયું, ચોખાની આડમાં લવાતો હતો દારૂ

બનાસકાંઠાઃ વિદેશી દારૂ ભરેલું ટ્રેલર પકડાયું, ચોખાની આડમાં લવાતો હતો દારૂ

ભુજની આર.આસ.સેલે આ દારૂ ઝડપી પાડ્યો છે. આખું ટેન્કર ભરીને દારૂ લાવવામાં આવી રહ્યો હતો.

ભુજની આર.આસ.સેલે આ દારૂ ઝડપી પાડ્યો છે. આખું ટેન્કર ભરીને દારૂ લાવવામાં આવી રહ્યો હતો.

બનાસકાંઠાઃ રાજ્યમાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તેવા ઘાટ સર્જાયો છે. દર એક બે દિવસે રાજ્યમાંથી વિદેશી દારૂ ઝડપાયાના કેસ સામે આવી રહ્યા છે. જોકે, અહીં વાત વિદેશ દારૂની એક બે બોટલની નથી પરંતુ કાર, ટેમ્પો અને ટ્રેલર ભરીને લાખીની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે. હવે આવા જ એક બનાવમાં બનાસકાંઠાના જેતડા પાસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે.

ભુજની આર.આસ.સેલે આ દારૂ ઝડપી પાડ્યો છે. આખું ટેન્કર ભરીને દારૂ લાવવામાં આવી રહ્યો હતો. બનાવની વિગત પ્રમાણે આ દારૂ ચોખાના કટ્ટાની આડમાં સંતાડીને લાવવામાં આવી રહ્યો હતો.

ટ્રેલરમાંથી 6,912 બોટલ દારૂ મળી આવ્યો છે. પોલીસે દારૂ સહિત કુલ 54.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Foreign liquor, Police raid

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन