બનાસકાંઠાઃ રૂ.10ની લાલચ આપીને છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ

લાખણી તાલુકાના એક ગામમાં બપોરના સમયે એકલતાનો લાભ લઇ એક શખ્સે છ વર્ષીય બાળકીને 10 રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો

News18 Gujarati
Updated: August 23, 2019, 11:35 PM IST
બનાસકાંઠાઃ રૂ.10ની લાલચ આપીને છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ
પકડાયેલો આરોપી
News18 Gujarati
Updated: August 23, 2019, 11:35 PM IST
આનંદ જયસ્વાલઃ બનાસકાંઠાના એક ગામમાં છ વર્ષની બાળકીને દસ રૂપિયાની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દિયોદર પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં લાખણી તાલુકાના એક ગામમાં બપોરના સમયે એકલતાનો લાભ લઇ એક શખ્સે છ વર્ષીય બાળકીને 10 રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમયે જ ત્યાંથી પસાર થતા ગામના જાગૃત નાગરિકે શંકા જતા આ શખ્સ ને ઝડપી પાડી બાળકીના પરિવારજનોને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ-વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાંથી રૂ. 9 કરોડ વસૂલવાનો કારસો રચ્યોઃ અશોક ચૌધરી

આ બનાવની જાણ થતા જ બાળકીના પરિવારજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચેતન પંડ્યા નામના આરોપી ને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો.

જ્યારે આ અંગે ફરિયાદ નોંધાવતા દિયોદર પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. 6 વર્ષની બાળકી સાથે આવા કૃત્ય નો પ્રયાસ કરનાર સામે લોકોમાં ફિટકાર ની લાગણી જોવા મળી રહી છે.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...