સુરત બાદ બનાસકાંઠામાં ફૂટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું, યુવાનનું મોત, ત્રણ ઘાયલ

  બનાવને પગલે ઇજાગ્રસ્ત મજૂરોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા.

  બનાવને પગલે ઇજાગ્રસ્ત મજૂરોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : સુરતમાં (Surat) રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતેલા મજૂરો પર ટ્રક ફરી વળ્યા બાદ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ આવી જ એક ગોઝારી ઘટના બની છે. પાલનપુરમાં રાત્રીના સમયે રોડની બાજુમાં સૂતેલા મજૂરો પર એક ડમ્પર (Dumper) ચાલક ફરી વળતાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.  જ્યારે અન્ય ત્રણ મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

  મજૂરો દાંતાના રહેવાસી હતા

  પાલનપુર શહેરમાં સિલ્વર બેજ સ્કૂલ પાસે રોડની સાઈડમાં સૂતેલા ચાર મજૂરો પર બેફામ બનેલું ડમ્પર ફરી વળ્યું હોવાની ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના રહેવાસી અને ગરીબ પરિવારના ચાર યુવકો મજૂરી અર્થે પાલનપુરમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા અને દિવસ દરમિયાન મજૂરી કામ કર્યા બાદ મોડી રાત્રે હાઇવે પર આવેલી સિલ્વર બેલ સ્કૂલ પાસે રોડની સાઈડમાં સૂતા હતા.

  અમદાવાદ : ગિઝર માટે ઘરની બહાર મૂકેલા ગેસ સિલિન્ડરની થઇ ચોરી, જોઇલો સીસીટીવી ફૂટેજ

  અકસ્માત બાદ બૂમાબૂમ મચી ગઇ હતી

  તે દરમિયાન મોડી રાત્રે એક બેફામ બનેલો ડમ્પર રોડની સાઈડમાં સૂતેલા મજૂરો પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઇ જતા એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. જ્યારે અન્ય ત્રણ મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી.  બનાવને પગલે ઇજાગ્રસ્ત મજૂરોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્રણેય જાગ્રત મજુરોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

  ગુજરાતના આ શહેરમાં પહેલીવાર બની રહ્યો છે Eco Brick park, આ વિચાર પર્યાવરણને બચાવશે

  ડમ્પર ચાલક ફરાર

  ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ પણ આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી નાસી જતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  મૃતકનું નામ

  મગન રત્નાભાઈ બેગડીયા       ( ઉ.વ. 27  )

  ઇજાગ્રસ્ત મજૂરોના નામ

  રમેશ ભેરાભાઈ બેગડીયા       ( ઉ.વ. 18 )
  સુનિલ રમેશભાઈ બેગડીયા       (  ઉ.વ. 18 )
  સવજી બેગડીયા       ( ઉ.વ. 25  )
  Published by:Kaushal Pancholi
  First published: