બનાસકાંઠાઃ પાલનપુરના ઢૂંઢિયાવાડીમાં પાણીના ટાંકામાં પડી જવાથી દોઢ વર્ષીય બાળકનું મોત

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં એક મકાનના પાણીના ટાંકીમાં પડી જવાથી દોઢ વર્ષીય બાળકના મોતના સમાચાર આવ્યા છે. બાળકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ બની ગયો છે.

    મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાઃ પાલનપુરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં દોઢ વર્ષીય બાળક રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગયું હતું. પરિવારે બાળકને પાણીના ટાંકામાંથી મૃત અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયું હતું. હાજર ડોકટરોએ બાળકને તપાસી મૃત જાહેર કર્યું છે. બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થતાં ચારેબાજુ અરેરાટી મચી ગઈ હતી.
    Published by:Sanjay Joshi
    First published: