બનાસકાંઠા: હવે એક દલિતને લગ્નની કંકોત્રીમાં 'સિંહ' શબ્દ લખતા મળી ધમકી

  • Share this:
    દેશમાં ST SC એક્ટ મુદ્દે દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં દલિતો પરના અત્યાચાર ઓછા થઇ નથી થઇ રહ્યા. આવી જ એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ગોલગામમાં કે જ્યાં લગ્ન ની કંકોત્રીમાં "સિંહ" શબ્દનો ઉપયોગ કરતાં દલિત ભાઈઓને આપવામાં આવી ધમકી. ધમકીના પગલે બનાસકાંઠા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભદરુંએ ગામના જ ત્રણ ઈસમો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    દેશ અને રાજ્યમાં દલિતો પર અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે. એક તરફ દેશમાં એટ્રોસિટી ના કાયદામાં સંસોધનની વાત ચાલી રહી છે. જયારે બીજી તરફ દલિતો પર અવનવા અત્યાચારોની ઘટના સામે આવી રહી છે. ડીસા ઉત્તર પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભદરું ના નાનાભાઈના લગ્ન 11 તારીખે છે. જે માટે તેઓએ લગ્નની પત્રિકા છપાવી હતી. જેમાં તેઓએ પોતાના નામની પાછળ "સિંહ" શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે મામલે ગામના જ ત્રણ ઇસમોએ તેમને ફોન કરી તેઓએ "સિંહ" શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે. તેને લઈ તેમને અપમાનિત શબ્દો કહ્યા. જયારે ધાકધમકીઓ પણ આપી. જે બાદ ડીસા ઉત્તર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભદરું ગામના જ ત્રણ લોકો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદી અરજણ ભદરૂએ કહ્યું કે, અમારા ઘરે લગ્ન પ્રસંગે કંકોત્રીમાં નામની પાછળ સિંહ શબ્દ લગાડેલો હતો. જેથી સોશ્યલ મીડિયામાં આ કંકોત્રી મુકતા રાજપૂત સમાજના લોકોએ ફોન કરી ધમકી આપી હતી અને સિંહ તો અમેજ લગાડી શકીએ જે અંગે અમે ફરિયાદ નોંધાવી છે અને અમને ન્યાય મળવો જોઈએ.

    ફરિયાદીની ભાઈ નાભાભાઈ ભદરૂએ કહ્યું કે, અમને રાજપૂત સમાજના લોકોએ ધમકી આપતા અમને ખૂબ ડર લાગે છે અને એના માટે અમે ફરિયાદ પણ નોંધાયેલી છે અને વારંવાર ફોન પર ધમકી આપતા લગ્ન પ્રસંગમાં પણ અમને ખૂબ ડર લાગે છે.

    કાનજીભાઈ ભદરું ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓને જે પ્રકારે ગામના લોકોએ જ દલિત હોવા મામલે અપમાનિત કર્યા. જે મામલે તેમને તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં મામલાની ગંભીરતાને જોતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક પોલીસ કોન્સ્ટેબલ ને જાતિ વાચક અપમાનિત શબ્દો અને ધાકધમકીઓ આપતા ફરિયાદ નોધાઇ છે. જે મામલે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક તપાસ કરી રહ્યા છે.

    ડીસા ઉત્તર પોલીસ મથક પી.આઈ. જે એન ખાંટે કહ્યું કે, દલિત પરિવારને લગ્ન પ્રસંગની કંકોત્રીમાં નામ પાછળ સિંહ શબ્દ લગાડેલો હોવાથી કેટલાક લોકોએ ધમકી આપી હતી, જે અંગેની ફરિયાદ આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

    દેશમાં ભલે ST SC ના કાયદામાં સુધારાની વાતને રાજનીતિ પક્ષો સમર્થન આપતા હોય. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પરિસ્થિતિ ખુબ જ વિકટ છે. આજે પણ દલિતો સાથે અંતરિયાળ વિસ્તારોમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે. જેની ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સાક્ષી છે.

    સ્ટોરી - આનંદ જયસ્વાલ
    Published by:kiran mehta
    First published: