Home /News /north-gujarat /બનાસકાંઠા : પુત્રના અગ્ની સંસ્કાર પાસે 'માતાની મમતા'નો મામલો, જુઓ - સાચી હકીકત કઈંક અલગ જ સામે આવી

બનાસકાંઠા : પુત્રના અગ્ની સંસ્કાર પાસે 'માતાની મમતા'નો મામલો, જુઓ - સાચી હકીકત કઈંક અલગ જ સામે આવી

માની મમતાની ઘટનામાં હકીકત કઈંક અલગ જ સામે આવી

માતાની મમતાનો ફોટો વાયરલ થતા હકિકત જાણવાની કોશિસ કરવામાં આવી, ગ્રામજનોએ જે હકીકત જણાવી તે જાણી તમે પણ ચોંકી જશો

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : અમીરગઢ તાલુકાના જૂનીરોહ ગામના સ્મશાનમાં લાકડાને બાથ ભરીને સૂતી એક વૃદ્ધ મહિલાનો ફોટો ખુબજ તેજીથી સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં નીચે લખ્યું છે કે આ વૃદ્ધ મહિલાનો પુત્ર ચાર માસ અગાઉ મૃત્યુ પામ્યો હતો અને તેની યાદમાં આ વૃદ્ધ મહિલા સ્મશાનમાં જઈને જ્યાં તેના પુત્રના અગ્નિ સંસ્કાર કરાયા હતા ત્યાં જઈને સુઈ જાય છે અને કલ્પાંત કરે છે જેથી આ ફોટાને લઈને દેશભરના લોકો આ માતાના પુત્ર પ્રતેયના પ્રેમની લોકો ચર્ચા કરીને આ માતા પ્રતેય પ્રેમ વરસાવી રહ્યા છે જોકે આ ફોટાની શુ હકીકત છે તે જાણવા અમારી ટિમ અમીરગઢના જૂની રોહ ગામે પહોંચી તો હકીકત કંઈક અલગ જ સામે આવી.

    રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના અમીરગઢ પંથકના જૂનીરોહ ગામનો એક ફોટો હાલ સોસીયલ મીડિયામાં ખુબજ તેજીથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ગામની મંગુબેન ચૌહાણ નામની વૃદ્ધ મહિલા પોતાના મૃતક પુત્ર મહેશની યાદમાં ગામના સ્મશાનમાં જઈને જ્યાં પુત્રને અગ્નિદાહ અપાયો હતો તે જગ્યાએ જઈને લાકડાને બાથ ભરીને પુત્રની યાદમાં કલ્પાંત કરી રહી છે. જોકે આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર દેશના લોકો આ માતા પ્રતેય પ્રેમ વરસાવી રહ્યા છે.

    મંગુબેન ચૌહાણ વિશે વાત કરીએ તો, તેમના પતિ શંકરભાઈ ચૌહાણનું અકસ્માતમાં દસ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું, તેમની બે પુત્રીઓ અને બે પુત્રોમાં લગ્ન થઈ ગયા છે જેમાં તેમનો સૌથી નાનો પુત્ર મહેશ માતાની પાસે રહેતો હતો, જોકે ચાર માસ અગાઉ જૂની રોહ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પાસે મહેશનો મૃતદેહ મળ્યો હતો અને ત્યાર બાદ ગામના સ્મશાનમાં જ તેના અગ્નિસંસ્કાર કરાયા હતા. જોકે વાઇરલ ફોટો દ્વારા સોસીયલ મીડિયામાં એવું કહેવાય રહ્યું છે વૃદ્ધ મંગુબેનને તેનો પુત્ર ખુબજ વહાલો હતો અને તેની અણધારી વિદાયના કારણે માતા શોકમગ્ન થઈ ગઈ અને તેના પુત્રની યાદમાં સ્મશાનમાં જઈને રડે છે અને કલ્પાંત કરી રહી છે.

    આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

    જોકે અમારી ટીમે સાચું શુ છે તે જાણવા માટે ગામના લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે, મંગુબેનનો આ ફોટો ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે, તે રોજ દારૂ પીવે છે અને દારૂપીને ગમે ત્યાં સુઈ જાય છે, જોકે અમારી ટીમે મંગુબેનના ઘરે પહોંચી અને તેમને પૂછતાં તેમને કહ્યું કે, મને મારા પુત્રની યાદ આવે છે તેથી હું સ્મશાનમાં જઈને સુઈ રહ્યું છું, હું દારૂ નથી પીતી ગામના લોકો મારા ઉપર રોષે ભરાય છે તેથી તેવો ખોટું બોલે છે હું પહેલા દારૂ પીતી હતી પણ હવે નથી પીતી મને મારા પુત્રની ખૂબ યાદ આવે છે. આ અંગે મંગુબેન ચૌહાણે જણાવ્યું હતું કે મને મારા પુત્રની ખૂબ યાદ આવે છે એટલે હું સ્મશાનમાં જીઈને સુઈ જવું છું. હું દારૂ નથી પીતી.

    વૃદ્ધ મહિલા કહી રહ્યા હતા કે, હું મારા પુત્રની યાદ કરીને આવું કરું છું ત્યારે અમારી ટિમ ગામના સરપંચ લખાભાઈ ચૌહાણ પાસે પહોંચી અને તેમને પૂછતાં તેમને કહ્યું કે, આ મહિલા રોજ દારૂ પીને આવી હરકતો કરે છે તે દારૂ પીને ગામમાં કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે. જોકે તે ગઈકાલે નદીના પટમાં સૂતી હતી એટલે કોઈએ ફોટો પાડીને ખોટી રીતે વાઇરલ કર્યા તે ખોટી રીતે કર્યો છે. મહિલા વર્ષોથી દારૂપીને આવી હરકતો કરી રહી છે આ અંગે સરપંચ લાખાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, વાઇરલ ફોટો ખોટી રીતે રજૂ કરાયો છે. આ વૃદ્ધ મહિલા દારૂપીને આવી હરકતો અવારનવાર કરે છે.

    આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

    આટલી માહિતી મેળવ્યા બાદ જોકે હજુ વધુ હકીકત મેળવવા અમારી ટિમ આ મહિલાની પુત્રવધુ પાસે પહોંચી તો પુત્રવધુએ કહ્યું કે મારી સાસુ રોજ ખુબજ દારૂ પીવે છે અને તોફાન કરે છે અમારી સાથે ઝગડા કરે છે અમે અમારી જોડે તેને રાખીએ તો પણ નથી રહેતી અને તે મૃતક મહેશભાઈની યાદમાં આવું કરે છે તે ખોટું છે મહેશભાઈ જીવતા હતા તો પણ મારી સાસુએ તેને કદી ખાવાનું પણ આપ્યું નથી તેને સારી રીતે રાખ્યો નથી જોકે મારી સાસુ દારૂપીને રોજ ગામમાં કોઈ જગ્યાએ પડી હોય છે કાલે નદીમાં પડી હતી તો કોઈએ ફોટો પાડીને વાઇરલ કર્યો તે ખોટું વાઇરલ કરાયું છે. મંગુબેનની પુત્રવધુ મેનસાબેને જણાવ્યું હતું કે આ વાઇરલ ફોટો ખોટો છે મારી સાસુ રોજ દારૂ પીવે છે તેને મૃતક મહેશભાઈને પહેલા ક્યારેય સાચવ્યા નહતા અને હવે તેને યાદ કરીને રડે છે તે ખોટું છે.

    સોસીયલ મીડિયામાં વૃદ્ધાનો ફોટો વાઇરલ થતાં દેશભરના લોકો માતાની મૃત્યુ પુત્ર પ્રતેયની ભાવનાને બિરદાવી રહ્યા છે પરંતુ અમારી પડતાલમાં આ ફોટો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन