Home /News /north-gujarat /બનાસકાંઠા : 'બોલ બટાકાની માતા, કેવું રહે હે, વેણ કે વધાવો', ખેડૂતના રમૂજી વીડિયોએ ધૂમ મચાવી

બનાસકાંઠા : 'બોલ બટાકાની માતા, કેવું રહે હે, વેણ કે વધાવો', ખેડૂતના રમૂજી વીડિયોએ ધૂમ મચાવી

બનાસકાંઠાના ખેડૂતનો રમૂજી વીડિયો વાયરલ

ગત વર્ષે બટાટામાં ઐતિહાસિક ભાવ વધારો થયો હતો, જેથી ખેડૂતોને બખ્ખા પડી ગયા હતા. આ વર્ષે કેવા ભાવ રહેશે, તેનો રમૂજી વીડિયો

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો વાયરલ થયો છે ચાલુ સિઝનમાં બટાટાના ભાવ તળીયે બેસી જતા નવરા બેઠેલા ખેડૂતો એ બટાકાના ભાવ કેવા રહેશે તે મામલે માતાજી આગળ વેણ-વધાવો માગતા હોવાનો રમુજી વિડીયો બનાવ્યો હતો જે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ધૂમ મચાવી રહ્યો છે.

  બનાસકાંઠામાં ચાલુ વર્ષે બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ગત વર્ષે બટાટામાં ઐતિહાસિક ભાવ વધારો થયો હતો અને જે બટાકાનો ભાવ હોલસેલ 8 થી 10 રૂપિયા રહેતો હતો તેજ બટાકા હોલસેલ માર્કેટ 30 થી 40 રૂપિયા થઈ જતા ખેડૂતોને બખ્ખા પડી ગયા હતા.

  આ પણ વાંચો - રાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

  જોકે આ વર્ષે પણ સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ મબલખ બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ, બટાકા નીકાળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે, ખેતરમાં નવરા બેઠેલા કેટલાક ખેડૂતોએ ટીખળ કરતો એક રમુજી વિડીયો બનાવ્યો હતો.  જેમાં બે ખેડૂતો ખેતરમાં બેસી માતાજી આગળ બટાકાના ભાવ કેવા રહેશે તે માટે વેણ વધાવો માંગી રહ્યા છે અને અને બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને આ વખતે પણ રોવાનો વારો આવશે એવું આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે, અત્યારે ભાવ ન મળતા ખેડૂતોની હાલત તો કફોડી છે પણ ખેડૂતે બનાવેલો આ રમુજી વિડીયો જોઈને આનંદ ઉઠાવી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन