બનાસકાંઠાઃ દેશમાં corona third waveની આશંકા વચ્ચે ડીસામાં કોરોનાગ્રસ્ત સગર્ભાનું મોત, ચાર પુત્રીઓએ માતા ગુમાવી

ડીસામાં કોરોનાગ્રસ્ત મહિલાનું થયું મોત

pragnant woman died due to coronavirus banaskantha: ધાનેરામાં રહેતા મંજુબેન માળીને થોડાક દિવસ અગાઉ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓને કોરોનાની અસર માલુમ પડતા જ ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે તેમની તબિયત વધુ લથડતા આજે કોરોના ગ્રસ્ત મંજુબેન માળીનું સારવાર દરમિયાન મોત થયું હતુ

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (corona second wave in Gujarat) વિદાયની અણીએ આવીને ઊભી છે. પરંતુ દેશમાં ત્રીજી અને ખતરનાક લહેરની (corona third wave) આશંકા વર્તાઈ રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠામાંથી (conavirus in banaskantha) ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં કોરોનાથી વધુ એક સગર્ભા મહિલાનું મોત (pragnant woman died due to coronavirus) થયું છે. કોરોના અસરગ્રસ્ત મહિલા છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાથી તે દરમિયાન 4 સંતાનની માતાનું કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

  મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં ફરી એકવાર કોરોના મહામારી વેગ પકડતી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા પંદર દિવસથી કોરોના ના નહિવત કેસો આવી રહ્યા હતા ત્યારે બીજી તરફ કોરોના અસરગ્રસ્ત એક સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું છે.

  ધાનેરામાં રહેતા મંજુબેન માળીને થોડાક દિવસ અગાઉ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓને કોરોનાની અસર માલુમ પડતા જ ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે તેમની તબિયત વધુ લથડતા આજે કોરોના ગ્રસ્ત મંજુબેન માળીનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  ચાર પુત્રીઓ ની માતા નું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો અને ચાર પુત્રીઓ એ માતાની છત્રછાયા ગુમાવતા જ ગામમાં ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ મૃતક મહિલાના પિતાનું પણ અવસાન થયું હતું.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં (Gujarat) શુક્રવારે આવેલા આંકડા પ્રમાણે કોરોના વાયરસના (Coronavirus) નવા 39 કેસ નોંધાયા હતા. જેની સામે 70 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10074 થયો છે.


  રાજ્યમાં સાજા થવાનો દર 98.70 ટકા છે. અત્યાર સુધીમાં 2,90,27,804 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,73,547 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 9, વડોદરામાં 7, અમરેલી, આણંદ, જામનગર, જૂનાગઢ, દાહોદ, ગાંધીનગર, નવસારીમાં 2-2, ભરૂચ, ગીર સોમનાથ, પાટણ, વલસાડમાં 1-1 સહિત કુલ 39 કેસ નોંધાયા છે.
  Published by:ankit patel
  First published: