Banaskantha news: ધજા રાખી પગપાળા યાત્રાળુઓ બની રાત્રિના સમયે મંદિરમાં રોકાઈ જઈ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી ગુજરાત ભરમાં 92 મંદિર ચોરીના ભેદ ઉકેલ્યા છે.
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા પોલીસને (Banaskantha Police) મંદિર ચોરીના ગુન્હાઓમાં મોટી સફળતા મળે છે. સાથે ધજા રાખી પગપાળા યાત્રાળુઓ બની રાત્રિના સમયે મંદિરમાં (theft in temple) રોકાઈ જઈ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી ગુજરાત ભરમાં 92 મંદિર ચોરીના ભેદ ઉકેલ્યા છે અને ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી સોનું ચાંદી (Gold-Silver) અને રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંદિરની ચોરીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હતો જેથી બનાસકાંઠા જિલ્લાની LCBની ટીમ તેમજ સ્થાનિક પોલીસ પણ સતર્ક રહી તસ્કરો ની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન જિલ્લા એલસીબીની ટીમ (LCB team) અને દાંતીવાડા પોલીસ દાંતીવાડાની બીએસએફ કોલોની પાસે હતી.
તે સમયે ત્રણ યુવકો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન તેમની પાસેથી પાના, પકડ તેમજ પાઇપ જેવી ચીજ વસ્તુઓ જણાતા જ પોલીસને તેમના પર શંકા ગઈ હતી અને તેઓની કડક પુછપરછ કરતા તેઓએ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે અશોક બેચરભાઈ પંચાલ, બહાદુરસિંહ જેણુભા વાઘેલા અને સંજય મહેશભાઈ સેધમા નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તપાસ કરતા આ શખ્સો રાત્રિના તમે ધજા સાથે રાખી પગપાળા યાત્રાળુઓ બની ને અલગ અલગ મંદીરોમાં રોકાઈ જતા હતા અને મોડી રાત્રે મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ જતા હોવાની મોડેલ ઓપરેનડી ધરાવતા હોવાનું જણાયું હતું.
આ ત્રણેય તસ્કરોએ અત્યાર સુધી ગુજરાતના અલગ જિલ્લાઓમાં 92 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતો જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી સોનું ચાંદી તેમજ રોકડ સહિત લાખો રૃપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ ચલાવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર