બનાસકાંઠા સામૂહિક હત્યાંકાડ : પરિવારના મોભીનું પણ સારવાર દરમિયાન મોત
News18 Gujarati Updated: June 24, 2019, 1:11 PM IST

બનાવસ્થળની તસવીર
હત્યા માટે કયા કારણ જવાબદાર છે તે અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે ત્યારે જ પરિવારના મોભીનું મોત થતાં પોલીસ તપાસમાં વિઘ્નો આવવાની શક્યતા છે.
- News18 Gujarati
- Last Updated: June 24, 2019, 1:11 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લાના લાખણીના કુંડા ગામ ખાતે સામૂહિક હત્યાકાંડ મામલે પરિવારના મોભી એવા કરસન પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. હત્યા માટે કયા કારણ જવાબદાર છે તે અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે ત્યારે જ પરિવારના મોભીનું મોત થતાં પોલીસ તપાસમાં વિઘ્નો આવવાની શક્યતા છે.
શું છે બનાવ?
ગત અઠવાડિયે બનાસકાંઠાના લાખણીના કુંડા ગામે એક પિતાએ પત્ની અને ત્રણ સંતાનોની હત્યા કરી પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાકાંડ વ્યાજખોરોના ત્રાસને કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવ બાદ મૃતકોના સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવામો ઇન્કાર કરી દેતા આ મામલે પોલીસ તરફથી વ્યાજખોરોનો ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી હતી.બનાવની વિગતો જોઈએ તો ચૌધરી પટેલ પરિવારના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે બનેલી ઘટનામાં પરિવારના મોભી એવા કરસનભાઈ ચૌધરીના ચાર સભ્યોની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.

શરૂઆતમાં વ્યાજખોરોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ બાદમાં પોલીસ તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કરસનભાઈ પટેલે આર્થિક સંકડામણને કારણે પત્ની અને ત્રણ સંતાનોની હત્યા કરી નાખી છે. હત્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં માતા અણવીબેન પટેલ, પુત્ર ઉકાજી પટેલ, પુત્ર સુરેશ પટેલ અને પુત્રી અવની પટેલનાં મોત થયા છે.દીવાલ પર લખાયા હતા નામ
કુંડા હત્યાકાંડમાં ઘરની દીવાલ કેટલાક નામ લખવામાં આવ્યા હતા. પોલીસને આશંકા છે કે આ નામ વ્યાજખોરોના હોઈ શકે છે.

દીવાલ પર લખેલા નામ