Home /News /north-gujarat /

બનાસકાંઠા : વિકાસ સાવ જ 'કાંઠે' અને રાજનીતિ 'કોઠે પડી' છે ત્યાં મતદારો કોને જીતાડશે?

બનાસકાંઠા : વિકાસ સાવ જ 'કાંઠે' અને રાજનીતિ 'કોઠે પડી' છે ત્યાં મતદારો કોને જીતાડશે?

પરથી ભટોળ, પરબત પટેલ

  ન્યૂઝ18 ગુજરાતી : સરહદી વિસ્તાર બનાસકાંઠા જાણે વિકાસના મામલે રાજ્યમાં સૌથી છેવાડે હોય તેવું લાગે છે ! દેશના સૌથી પછાત તાલુકાઓમાં આજે પણ બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અહીંયા ૧૯૯૮થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર ૨૦૧૭ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં ૬ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. હવે મતદારો કઈ તરફ ઢળશે એ મોટો સવાલ છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ?

  બનાસકાંઠા જિલ્લો ૨૦૧૭ના વિનાશક પુરમાં તબાહ થયો હતો. આ જળ પ્રલયમાં ગામે ગામ તણાઈ ગયા હતા. અનેક લોકો અને પશુઓ મોતને ભેટયા હતા. તેમજ અનેક પરિવારો બેઘર બન્યા હતા. ત્યારે સરકાર બનાસકાંઠાની વ્હારે ચઢીને ૧૫૦૦ કરોડની સહાય જાહેર કરતા વરસાદી પુરમાં ભાંગી પડેલ બનાસકાંઠા ઝડપી ગતિએ બેઠો થયો હતો. જે બાદ વર્ષ ૨૦૧૮માં પમ ચોમાસુ નબળુ રહેતા અને અપૂરતો વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારા અને પાણીની તીવ્ર અછત વર્તાતાં દુષ્કાલનો સામનો કરતા બનાસકાંઠાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. બેરોજગારી, પાયાનો વિકાસ, કૃષિ સંબંધિત સમસ્યાઓથી આ વિયસ્તરના લોકો પીડાય છે.

  જાતિગત સમીકરણો: બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીનું જ્ઞાતિગત રાજકારણ અહીં મહત્વનો ભાગ ભજવી જશે.  કોની વચ્ચે છે જંગ? બનાસકાંઠા ઘણા સમયથી લોકસભામાં ભાજપના પડખે રહ્યો છે. હાલ સૌથી મોટી વોટબેંક ધરાવતા ચૌધરી સમાજના મત મેળવવા ભાજપ તેમજ કોંગ્રેસે ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ઈતર સમાજના વોટ નિર્ણાયક બન્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં "નો- રિપીટ" થીયરી અપનાવીને રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

  કોંગ્રેસે પણ ચૌધરી ઉમેદવાર અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ તરફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા ઠાકોર મતોનું વિભાજન થઇ શકે છે અને ચૌધરી સમાજમાં પણ ક્યાંક નારાજગી છવાયેલી જોવા મળે છે. આ પરિસ્થિતિમાં બનસાકાંઠા કોને ફળશે તે તો આવનાર સમય જ બતાવશે. જે વચ્ચે બનાસકાંઠાની બેઠક વર્તમાન સમયમાં ભાજપ તેમજ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા સમાન છે.

  વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ : બનાસકાંઠા બેઠક ઉપર ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા અને હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. જોકે તેઓ નવેમ્બર ૨૦૧૮માં તેમની સામે રૂ બે કરોડની લાંચના આક્ષેપ સાથે સીબીઆઈમાં સપડાયા હતા. તેઓ ૧૯૮૯થી રાજકારણમાં સક્રિય છે.

  અનુમાન : બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક ધરાવે છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે. અગાઉ નાના સમાજના ઉમેદવારો પણ સંસદ સભ્ય બન્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Banaskantha, Banaskantha S06p02, Lok sabha election 2019, Parbat Patel, ઠાકોર સમાજ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन