બ.કાં.: અપક્ષ ઉમેદવારે 2 કરોડ લઈ ચૂંટણી લડી? નોંધાઈ ફરિયાદ, AUDIO વાયરલ

વડગામના અપક્ષ ઉમેદવાર અશ્વિન પરમાર બે કરોડ લઈ ચૂંટણી લડતા હોવાનો ઓડિયો વાયરલ...

વડગામના અપક્ષ ઉમેદવાર અશ્વિન પરમાર બે કરોડ લઈ ચૂંટણી લડતા હોવાનો ઓડિયો વાયરલ...

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં ભાજપની સરકાર બની ગઈ છે, ટુંક સમયમાં ભાજપના ઉમેદવારોનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાશે, એવામાં બનાસકાંઠામાં અપક્ષના ઉમેદવારે 2 કરોડ લઈ ચૂંટણી લડવા મામલે આખરે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડગામના અપક્ષ ઉમેદવાર અશ્વિન પરમાર બે કરોડ લઈ ચૂંટણી લડતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયો વાયરલ થયા બાદ રાજકારણમાં ગરમા-ગરમી આવી ગઈ હતી.

આ મુદ્દે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ક્રાઈમ હેઠળ રમેશ તતા અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વડગામના અપક્ષ ઉમેદવાર અસ્વિન પરમાર વિરુદ્ધ ષડયેત્ર રચાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Independent candidate to take 2 crore to contest? Filing complaint, AUDIO viral
First published: