બનાસકાંઠા: અમીરગઢના કપાસિયા ઘોટા પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, બે યુવકનાં મોત

બે યુવકના ઘટનાસ્થળે જ મોત

Banaskantha hit and run case: અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક સવાર બે યુવકોનાં કરુણ મોત, બે આશાસ્પદ યુવકનાં મોતથી પરિવારમાં માતમ છવાયો.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના કપાસિયા ઘોટા ગામ (Kapasiya Ghota village) પાસે આજે મોડી રાત્રે એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે બાઇક સવાર યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમીરગઢ (Amirgadh) તાલુકાના કપાસિયા ધોટા ગામ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રન (Hit and run)ની ઘટના બની હતી. ધનપુરા (Dhanpura village) અને કપાસિયા ગામના બે યુવકો મોડી રાત્રે બાઈક લઈને રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ જ સમયે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પરથી રોડ પર પટકાતા લોહીલુહાણ થયેલા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત (Two youth died on spot) નિપજયા હતા.

    ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ (Amirgadh police) પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

    Banaskantha hit and run.
    અકસ્માતમાં બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


    સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અજાણ્યા વાહનની ટક્કરે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બંને યુવકોના રોડ પર જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત બનાવ સ્થળે લોહીના ખાબોચીયા ભરાયા હતા. બનાવ સ્થળે લોકો જ્યારે પહોંચ્યાં ત્યારે કમકમાટી છૂટી જાય તેવો દ્રશ્યો જોવા મળ્યા હતા.

    કમનસીબ મૃતકોનાં નામ

    1) ગોબરાજી શામળાજી વાલેરા
    2) મોહનજી હરીજી કુમરેચા

    Amirgadh hit and run two died.
    બંને યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


    આ પણ વાંચો: દાહોદમાં અકસ્માતમાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ

    સોમવારે દાહોદમાં (Dahod Godhra highway Accident) અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલકને ચમત્કારિક બચાવે થયો છે. એક યુવક ઓવરટેક કરવા જતાં બસની અડફેટે આવી ગયો હતો અને નીચે પટકાયો હતો. પરંતુ બસ ચાલકની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો (Accident CCTV Video) સામે આવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ....)

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
    Published by:Vinod Zankhaliya
    First published: