બનાસકાંઠાના ડરામણા દ્રશ્યો: 25 ગામને જોડતો કોઝ વે ધડામ કરતા તૂટી ગયો, Live દ્રશ્યો
બનાસકાંઠાના ડરામણા દ્રશ્યો: 25 ગામને જોડતો કોઝ વે ધડામ કરતા તૂટી ગયો, Live દ્રશ્યો
ડરાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ.
Palanpur Labdi river causeway: કોઝ વે તૂટી ગયાના સમાચાર જાણીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો જીવના જોખમે તૂટી ગયેલા કોઝ વેની આસપાસ ઊભા રહી ગયા હતા.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં છેલ્લા બે દિવસથી વરસાદ (Gujarat monsoon 2021) હેત વરસાવી રહ્યો છે. આજે પાલનપુર (Palanpur) શહેરમાં ત્રણ જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું છે. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે પાલનપુરના વેડચાથી હોડા જતા રસ્તા પર આવતો કોઝ વે તૂટી ગયો છે. આ કોઝવે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ કોઝવે આશરે 25 જેટલા ગામોને જોડે છે. કોઝ વે તૂટી ગયો હોય તેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાને પગલે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં.
લબડી નદી પરનો કોઝ વે તૂટ્યો
મળતી માહિતી પ્રમાણે પાલનપુરના વેડચાથી હોડા જતા રોડ પરનો કોઝ વે તૂટી ગયો છે. આ કોઝવે લડબી નદી (Labdi river) પર આવેલો છે. સોશિયલ મીડિયામાં કોઝ વે તૂટી ગયો હોય તેનો વીડિયો વાયરલ થયો છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઝ વે તૂટી જવાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે.
ભારે વરસાદને કારણે માટી પોચી બની જતી હોય છે. જેના પગલે ચોમાસામાં ડામરના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કોઝ વેનો અમુક ભાગ ધડામ કરતા પાણીમાં પડે છે. આસપાસ અનેક લોકો પણ ઊભેલા હોય છે. કોઝ વે તૂટી ગયાના સમાચાર જાણીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો જીવના જોખમે તૂટી ગયેલા કોઝ વેની આસપાસ ઊભા રહી ગયા હતા. કોઝ વેનો અમુક હિસ્સો પાણીમાં પડે છે ત્યારે પણ લોકો ખૂબ નજીક ઊભા હોય છે. કોઝ વે તૂટી ગયાની જાણકારી સ્થાનિક તંત્રને પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરપંચ અને તલાટી સહિતના લોકોએ રસ્તો બંધ કરાવી લોકોને નજીક ન જવાની સલાહ આપી હતી. રસ્તો તૂટી જતા હવા લોકોએ આઠથી 10 કિલોમીટર ફરીને જવું પડશે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે પાલનપુરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત વરસાદ રહેતા ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.
પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાતા લોકો ખુરશીઓ પર બેસેલા નજરે પડી રહ્યા છે. ઘરમાં પાણી તૂટવાના કારણે લોકોને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે. ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર