બનાસકાંઠામાં દાડમનો 60 ટકા પાક નાશ પામ્યો, ખેડૂતોએ કંટાળીને ખેતરમાંથી છોડ ઉખાડી લીધા

બનાસકાંઠામાં દાડમનો 60 ટકા પાક નાશ પામ્યો, ખેડૂતોએ કંટાળીને ખેતરમાંથી છોડ ઉખાડી લીધા
જિલ્લમાં માંડ 60 ટકા પાક નાશ પામ્યો છે અને કંટાળેલા ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે .

જિલ્લમાં માંડ 60 ટકા પાક નાશ પામ્યો છે અને કંટાળેલા ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે .

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા 5 વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ 4 ટન દાડમ પાકે તેવી શક્યતા છે. વધુ વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. જેથી જિલ્લમાં માંડ 60 ટકા પાક નાશ પામ્યો છે અને કંટાળેલા ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે .

  બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે જાણીતો છે આમ તો આ રણ વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે. પરંતુ પાણીની અછતવાળા વિસ્તારમાં પણ અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો,  તેમને દાડમની ખેતીમાં કાઠું કાઢયા બાદ આજુબાજુના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા. તમે આજે બનાસકાંઠા જિલ્લામાં 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન ઉત્પાદન થતું હતું. હવે તે 40-50 હજાર ટન દાડમ પાકશે. 2015, 2017, 2019 અને 2020 એમ છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ રહી છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પૂરતું વળતર આપતી નથી. જેના કારણે અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

  ગેનાજી પટેલને દાડમની ખેતી કરવાનો વિચાર 2004માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા અને બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. 15 વર્ષ પહેલાં દાડમની ખેતી મોંઘી હતી, ખેડૂતો વિચારી શકતા ન હતા કે, દાડમમાંથી મોટી આવક  પણ મેળવી શકાય છે અને આખા ગુજરાતને અડધા ભાવે દાડમ ખવડાવી શકાય

  બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના ખેડૂત ગેનાભાઈ દરઘાભાઈ પટેલ બન્ને પગે પોલીયો થઈ જતાં અપંગ છે. છાણ અને ચીકણી માટીથી ગેનાભાઈનું ઘર લીંપાયેલું અને દાડમથી ઘેરાયેલું છે. ઘરની ઓસરીમાં તેમની સફળતાની સાક્ષી પુરતી તસવીરો લાગેલી છે. અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર અને કાર ચલાવે છે.

  તેઓ એવું માને છે કે, ધારો તો બધું જ કામ થઈ શકે. 15 વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં 50 હજાર ખેડૂતોને 40 હજાર હેક્ટરમાં 4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે. તેથી તેમને દાડમ દાદા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે.

  ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં જાણીતુ થયું છે. ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. પાણીની મોટી તકલીફ છે. ગામમાં 1500 વીઘા જમીન અને 150 ખેડૂતો છે. તમામ દાડમ વાવે છે.અને હેક્ટરે 20થી 22 ટન દાડમ પેદા કરે છે. રાજ્યમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો છે. 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન થાય છે,  લાખણી તાલુકામાં 5000 હેક્ટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે.  ગુજરાતમાં 24,000 હેક્ટરમાં દાડમના બગીચામાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં 8023 હેક્ટરમાં વાવેતર છે. જે રાજ્યમાં સૌથી વધું છે. ગેનાજી દરગાજી પટેલ પાસે 5 હેક્ટર જમીન છે. તેમના ખેતરમાં દાડમ વાવે છે. હવે આ ખેતર કૃષિ વિશ્વ વિદ્યાલય જેવું બની ગયું છે. 1 લાખ ખેડૂતો અહીં મુલાકાત લઈ ગયા છે. આખા ગુજરાતને સસ્તા દાડમ ખવડાવવા માટે ગેનાભાઈનો આભાર માને એટલો ઓછો છે.

  અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ બોઇલરમાં બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત

  સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી ટ્રેન દોડશે, વડોદરાથી-કેવડિયા સુધીની રેલવે લાઇનનું કામ પૂર્ણતાના આરે

  પુષ્કળ ઉત્પાદન લાવીને નીચી ઉત્પાદકતા લાવીને દાડમનો ભાવ તેઓ સાવ નીચે લાવી શક્યા છે. કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કર્યું છે. અહીંના ખેડૂતો ઘઉં અને બટાકા ઉગાડતાં હતા. ત્યારે દાડમ ઉગાડવા માટે કોઈ તૈયાર ન હતું. સ્થાનિક બહું ભાવ ન આવ્યો પણ એક કંપનીએ તેમના ખેતરમાં બધા દાડમ રૂ.42ના ભાવે ખરીદી લેવાનું શરૂં કર્યું ત્યારથી ભાવ ઊંચકાયા હતા. પછી તો ઈન્ટર નેટ દ્વારા તેઓ પોતાનો માલ વેચવા લાગ્યા હતા.2013માં આઈઆઈએમ-એ - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે તેઓ ભાષણ આપવા આવ્યા હતા. સૃષ્ટિ સંસ્થાએ તેમને પહેલો ઓવોર્ડ આપ્યો હતો. ત્યારથી તેઓ જાણીતા બન્યા અને પછી સરકાર પણ તેની પાછળ દોડતી થઈ હતી. જેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2017 સુધીમાં 18 એવોર્ડ અને 2020 સુધીમાં 40 એવોર્ડથી ગેનાજીનું સન્માન થયું છે.  9 રાષ્ટ્રીય અને 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમને મળેલા છે. 19 જુલાઈ 2019ના રોજ યુનાઈટેડ કિંગડમ હાઉસ ઓફ કોમર્સ, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન ખાતે આયોજીત એવોર્ડ માટે પદ્મશ્રી ગેનાજીની પસંદગી કરવામાં આવી હતી. ઈઝરાયલે પણ તેમને એવોર્ડ આપેલો છે. 2010 માં દાડમના એક કિલોનો ભાવ સરેરાશ રૂ.161 હતો. દાડમ દાદાના કારણે ઉત્પાદન વધ્યું અને ભાવ એક કિલોના સરેરાશ રૂ.66 થઈ ગયા છે. 10 ટનનું હેક્ટરે ઉત્પાદન વધીને 20થી 26 ટન થયું છે. ખેડૂતો ભાવ નીચે લઈ ગયા છે છતાં તેમની આવક વધી છે. હેક્ટરે રૂ.14.49 લાખ હતી તે રૂ.17.16 લાખ આવક થઈ છે, જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે જે દાડમ ના નામથી આ વિસ્તાર જાણીતો થયો હતો તે દાડમ હવે અહીંના ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત દાડમના ભાવ ન મળતા અને કુદરતી આપત્તિઓથી નુકસાન થતા કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાંથી દાડમના છોડ ઉખેડી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી દીધુ છે તો કેટલાક ખેડૂતોએ કુહાડી અને ધારિયા વડે દાડમના છોડને નેસ્તનાબૂદ કરી અને અન્ય ખેતીનો વિચાર કર્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 04, 2020, 16:04 pm

  ટૉપ ન્યૂઝ