બનાસકાંઠા : પાલક પિતાએ જ સગીર દીકરીને પીંખી નાંખી, એક મહિનાથી ગુજારતો હતો દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 24, 2020, 1:05 PM IST
બનાસકાંઠા : પાલક પિતાએ જ સગીર દીકરીને પીંખી નાંખી, એક મહિનાથી ગુજારતો હતો દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
બનાસકાંઠામાં  હજી થોડા દિવસ પહેલા જ પિતરાઇ ભાઇએ સગીર બહેન પર દુષ્કર્મ કરીને હત્યા કર્યાની ઘટનાએ ચકચાર મચાવ્યુ હતું ત્યારે ફરીથી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં પાલક પિતા જ પોતાની 13 વર્ષની દીકરી પર છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ ગુજારતો હતો. આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ પાલક પિતા ફરાર છે અને તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં પાલક પિતા પર સગીર દીકરી પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. આ નરાધમ સાથે અમદાવાદની યુવતીએ લગ્ન કર્યા હતા અને તેની સાથે તેની દીકરી પણ હતી. પરંતુ એક મહિના પહેલા તેની તે પત્ની અને પીડિત સગીરાની માતા ભાગી ગઇ હતી. જેનો ગુસ્સો રાખીને પિતા સાવકી દીકરી પર એક મહિનાથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.

નવસારી નર્સ આપઘાત કેસમાં સિવિલ સર્જન, બે હેડ નર્સ અને સાસરિયા સામે નોંધાઇ ફરિયાદ

હાલ, આ નરાધમ પિતા ઘરેથી ફરાર થઇ ગયો છે. પાલનપુર તાલુકા પોલીસે દુષ્કર્મ મામલે ગુનો નોંધીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ફોઇના દીકરાએ સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતીહજી થોડા દિવસ પહેલા જ ડિસાની 12 વર્ષીય મૂકબધિર સગીરા પર 24 વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકવાની ઘટના સામે આવી હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. આ કેસમાં ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો હતો કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે.ડીસાના શિવનગરમાં રહેતી કિશોરી અને આરોપી 24 વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (24)એ કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 24, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading