બનાસકાંઠાઃ GRD જવાન બન્યો Real Hero: બેન્કમાં ઘૂસેલા ચોરને પકડાવી મોટી ચોરી થતી બચાવી, જુઓ CCTV

GRD જવાન અને બેન્કમાં ઘૂસેલો ચોર

થરામાં આવેલી પ્રગતિ બેંકમાં ગત મોડી રાત્રે અજાણ્યો તસ્કર ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો હતો. બેંકની બારી તોડી અંદર પ્રવેશી આરી પાનાથી બેંકનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના (Banaskantha) થરામાં (thara) ગ્રામ રક્ષક દળના જવાનની સમયસૂચકતાને કારણે બેન્કમાં ચોરી થતા અટકી ગઈ છે અને પોલીસે (police) તાત્કાલિક ઘટનાસ્થળે આવી જતા બેંકની ચોરી કરવા આવેલા તસ્કરોને (thief) ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.

  સામાન્ય રીતે કોઈ પણ ઘટના કે દુર્ઘટના થયા બાદ જ પોલીસ આવતી હોય છે તેવું મોટાભાગના લોકો માનતા હોય છે પરંતુ બનાસકાંઠાના થરા ની અંદર જીઆરડી જવાનની (GRD javan) સમયસૂચકતાને કારણે એક બેંકમાં મોટી ચોરી થતાં અટકી ગઈ છે. જીઆરડી જવાને સતર્કતા દાખવી તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવતા ચોર ને રંગેહાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

  થરામાં આવેલી પ્રગતિ બેંકમાં ગત મોડી રાત્રે અજાણ્યો તસ્કર ચોરી કરવા માટે બેંકમાં પ્રવેશ્યો હતો. બેંકની બારી તોડી અંદર પ્રવેશી આરી પાનાથી બેંકનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે બહાર ફરજ બજાવી રહેલા જી આર ડી જવાન નારણભાઈ ને બેંકમાં કંઈક તોડવાનો અવાજ સાંભળતા જ તેઓ સતર્ક થઈ ગયા હતા.

  આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  અને તેઓએ તાત્કાલિક હોમગાર્ડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ થરા પોલીસ અને બેન્ક ના મેનેજર પણ આવી આવી પહોંચ્યા હતા અને બેંકમાં તપાસ કરતા ચોરી કરેલા માટે આવીને છુપાયેલા તસ્કરને દબોચી લીધો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  આ સમગ્ર ચોરીના પ્રયાસની ઘટન સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય રીતે રાત્રી દરમિયાન ફરજ બજાવતા પોલીસ નિષ્ક્રિયતાના કારણે અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ બનતી હોય છે.  ત્યારે થરામાં જીઆરડી જવાની સતર્કતા ના કારણે બેંકમાં મોટી ચોરી થતા અટકી ગઈ છે અને પોલીસે અને બેંક મેનેજરે હાશકારો અનુભવતા જી અરી ડી જવાનનો આભાર માન્યો હતો.
  Published by:ankit patel
  First published: