બનાસકાંઠાઃ UPના રાજ્યપાલ આનંદીબેને ચડોતર શાળાની મુલાકાત લીધી

સ્કૂલની મુલાકાત લેતા આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પાલનપુર પાસે આવેલી એક શાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

 • Share this:
  આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પાલનપુર પાસે આવેલી એક શાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ શાળામાં તેઓ ટ્રસ્ટી હોવાના કારણે વર્ષમાં એક વખત ચોક્કસ આ શાળાની મુલાકાત લઈ શિક્ષણ નું સ્તર સુધારવા માટે પ્રયાસો કરે છે.

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કરી ચૂક્યા છે. અને શિક્ષણ માટે તેઓ હરહંમેશ જાગૃતિ દાખવી શિક્ષણ નું સ્ટાર સુધારવા માટે પ્રયાસો કરતા રહે છે. તે દરમિયાન આજે બનાસકાંઠા માં પાલનપુર તાલુકાના ચડોતર ગામે આવેલી સર્વ નિકેતન વિદ્યાલય ની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

  આ શાળામાં તેઓ ટ્રસ્ટી હોવાના કારણે અહીં વર્ષમાં એક વખત અચૂક મુલાકાતે આવે છે અને બાળકોના શિક્ષણ અંગેની પણ ચિંતા વ્યક્ત કરે છે. સારું શિક્ષણ મળે તે માટે હંમેશા પ્રયાસો કરતા રહે છે.

  આ પણ વાંચોઃ-શામળાજી-રતનપુર બોર્ડર પર ASIનું ફરજ દરમિયાન ટેમ્પોની ટક્કરે મોત

  આનંદીબેન પટેલની મુકાકાત દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા શિક્ષણ અધિકારી જે પી પ્રજાપતિ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

  આનંદીબેન પટેલે શિક્ષકો સાથે શાળામાં ફરી જાત નિરીક્ષણ કર્યું હતું, સાથેજ શાળામાં જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું.
  Published by:ankit patel
  First published: