બનાસકાંઠાની શાળાનો છબરડો, ધો.10 નપાસ વિદ્યાર્થિનીને ધો.11માં આપ્યો પ્રવેશ

News18 Gujarati
Updated: September 11, 2019, 1:19 PM IST
બનાસકાંઠાની શાળાનો છબરડો, ધો.10 નપાસ વિદ્યાર્થિનીને ધો.11માં આપ્યો પ્રવેશ
ધોરણ 10 નાપાસ વિદ્યાર્થિની

શાળની આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ આચાર્યે કેમેરા સામે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસરાંઠામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધાનેરાની ડી.બી હાઇસ્કૂલમાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થિનીને ધોરણ 11માં દાખલો આપી દીધો હતો. આ વિદ્યાર્થિનીએ 4 મહિના અભ્યાસ પણ કર્યો છે. જે પછી શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે શાળાને જાણ થઇ કે આ વિદ્યાર્થિની તો ધોરણ 10માં નાપાસ છે. શાળની આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ આચાર્યે કેમેરા સામે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાનેરાની ડી.બી પારેખ હાઇસ્કૂલે ધોરણ 10 નપાસ વિદ્યાર્થિનીને ધોરણ 11માં દાખલો આપી દીધો હતો. આ વાતની જાણ તેમને શાળા ચાલુ થયાનાં 4 મહિના પછી થઇ છે. ત્યાં સુધી આ વિદ્યાર્થીની ત્યાં જ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ધોરણ 11માં શિષ્યવૃત્તિ ફોર્મ ભરતી વખતે આટલી મસમોટી ભૂલ સામે આવી છે. આ અંગે જ્યારે ન્યૂઝ18ગુજરાતીએ શાળાનાં આચાર્ય સાથા વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કંઇ જ બોલવાની ના પાડી દીધી.જુઓ : બનાસકાંઠા: સગાઈ તૂટી જતાં યુવાનનો બિલ્ડિંગના ધાબા પરથી આત્મહત્યાનો પ્રયાસ

ધોરણ 10 નાપાસ વિદ્યાર્થિનીનું ફોર્મ


આ અંગે જ્યારે વિદ્યાર્થિની પાયલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, 'હું ધોરણ 10માં નપાસ થઇ છું તો પણ મને ધોરણ 11માં દાખલો આપી દીધો હતો. હું જ્યારે શિષ્યવૃત્તિની ફોર્મ ભરવા ગઇ ત્યારે સાહેબે મને કાઢી મુકી. મને શાળામાં આવવાની ના પાડી અને આચાર્યએ આ અંગે કોઇને પણ કહેવાની પણ ના પાડી હતી.'
First published: September 11, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading