બનાસકાંઠાઃ ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતોની આત્મવિલોપનની ધમકી

News18 Gujarati
Updated: April 9, 2018, 8:49 PM IST
બનાસકાંઠાઃ ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતોની આત્મવિલોપનની ધમકી
બનાસકાંઠાઃ 7-10 દિવસમાં ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતો આત્મવિલોપન કરશે.

  • Share this:
બનાસકાંઠાઃ દાંતાઃ  હાલ રવીપાકને ખેડૂતો વેચાણ કરવા નીકળ્યા છે, પણ પોષણક્ષમ ભાવો ન મળતાં તેઓ રોષે ભરાયા છે, આથી દાંતા તાલુકાના કેટલાક ખેડૂતો સરકારી માલ-ગોડાઉન પર હલ્લાબોલ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે ગોડાઉનમાં ધસી જઈ અનાજ ટેકાના ભાવે ખરીદવા માગ કરી હતી.

દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે, જ્યાં હાલ 1000 હેકટર જેટલા વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું હતું અને આ પાકેલા ઘઉં ખરીદવા રાજ્ય સરકારે રૂ.347 ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને આ ઘઉં ટેકાના ભાવે ખરીદવાની જવાબદારી હાલ ગુજરાત રાજ્ય પુરવઠો વિભાગના સરકારી ગોડાઉનમાં નોડલ એજન્સી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ ગોડાઉનમાં બેઠેલા સરકારીબાબુઓ રાજ્ય સરકારના આદેશનો અનાદર કરતા હોય એમ ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે. પરિણામે, ખેડૂતોને જે ઘઉં ટેકાના ભાવે રૂ.347 મળવા જોઈએ એને બદલે બજારમાં રૂ.290થી 300 સુધીનો જ ભાવ મળતાં ખેડૂતોને હાલ રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ ઘઉં જ નહીં, પણ દિવેલા રાયડો જેવા પાકોમાં પણ પોષણક્ષમ ભાવ ન મળતાં કરોડો રૂપિયાની નુકસાની હાલ ખેડૂતોને થઈ રહી છે.

ખેડૂતોએ ચીમકી ઉપચારી છે કે જો 7થી 10 દિવસમાં ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતો આત્મવિલોપન કરશે, જેની સઘળી જવાબદારી સરકારની રહેશે અને એથી પણ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે

જોકે આ બાબતે દાંતાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક જણાવી રહ્યા છે કે ખેડૂતોના અનાજ ટેકાના ભાવે અમને ખરીદવા કોઈ સત્તા અપાઈ નથી અને જો ખેડૂતોને એપીએમસીમાં બજારના ભાવે ન પોષાતું હોય તો તેમને સરકારી ગોડાઉનમાં મોકલીએ છીએ.જયારે સરકારી ગોડાઉનના મેનેજરે કહ્યું હતું કે ખેડૂતો સરકારના ગેજેટના નિયમ પ્રમાણે માલ લાવશે તો ખરીદી કરીશું અને ખેડૂતો હજી સુધી કોઈ માલ વેચાણ કરવા આવ્યા નથી.

આમ હાલ દાંતા તાલુકાનો ગરીબ ખેડૂત આંટીઘૂટીમાં ફસાયો છે ને આંતરિક વિખવાદો સરકારનું બદનામીનું કારણ ન બને એ માટે સરકાર તાકીદે પગલાં લે એ પણ જરૂરી બન્યું છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 9, 2018, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading