બનાસકાંઠા : 119 કિલો ગાંજાના છોડ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, થરાદના ખેડૂતની ધરપકડ

News18 Gujarati
Updated: March 19, 2020, 9:19 AM IST
બનાસકાંઠા : 119 કિલો ગાંજાના છોડ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, થરાદના ખેડૂતની ધરપકડ
થરાદ પોલીસે ગાંજાની ખેતી કરતાં માવાભાઈ ખીમાભાઈની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

ઉડતા ગુજરાત ! પોલીસે ગાંજાના છોડ સહિત 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Share this:
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)માં ગાંજા (Marijuana)ની ખેતી કરતા તત્વોની સંખ્યા વધી રહી છે. તેની સામે તંત્ર પણ સાબદું બનીને કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. થરાદ તાલુકા (Tharad District)ની પોલીસ (Police)એ આવી જ એક કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતાં ખેડૂત (Farmer)ને પકડી પાડવામાં સફળતા મળી છે.

થરાદ તાલુકાના સેદલા ગામેથી ગાંજાના 119.960 કિલો છોડ પકડવામાં આવતાં પોલીસ તંત્ર પણ ચોંકી ગયું છે. આટલા મોટા જથ્થામાં ગાંજાના છોડનો જથ્થો પકડાવવો તે ચિંતાનું કારણ બન્યું છે. પોલીસે છોડ સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંજાની ખેતી સેદલા નામના ખેડૂત માવાભાઈ ખીમાભાઈ કરતાં હતાં. પોલીસે ખેડૂત માવાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

! પોલીસે ગાંજાના છોડ સહિત 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.


નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં એક જ સપ્તાહમાં ગાંજાની ખેતીની 4 ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ ગાંજાની ખેતી કરતાં તત્વો સામે તવાઈ બોલાવતાં દરોડા પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અને રાજસ્થાન સરહદ પાસેના વિસ્તારોમાં ગાંજાની ખેતી કરનારા અનેક વખત પકડાતા હોય છે.

આ પણ વાંચો, પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત

કાયદો કડક હોવા છતાંય ગુજરાતમાં ગાંજાની ખેતીમાં વધારોનોંધનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે નશીલા ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે. બે હિસાબ માલ પકડવામાં આવે છે. તેનો કારોબાર વધી રહ્યો હોવાથી અને ગાંજાની ખેતી ગુજરાતમાં વધી રહી હોવાથી ગુજરાત સરકારે કાયદો કડક કરીને જ્યાંથી માલ પકડાશે તે વિસ્તારમાં અધિકારી સામે પગલાં ભરાવની કાયદામાં સુધારો કરવાનું જાહેર કર્યું છે. કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હતી. વર્ષ-2018માં કુલ- 150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ-2019માં 31 મેની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા. આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ, ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખવામાં આવશે.

આ પણ વાંચો, પશુપાલકો આનંદો : સાબર ડેરીએ દૂધના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો કર્યો
First published: March 19, 2020, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading