બનાસકાંઠા : કોરોના, કમોસમી વરસાદ અને હવે તીડના આક્રમણનું જોખમ, ખેડૂતો ચિંતામાં મૂકાયા

News18 Gujarati
Updated: May 6, 2020, 11:20 AM IST
બનાસકાંઠા : કોરોના, કમોસમી વરસાદ અને હવે તીડના આક્રમણનું જોખમ, ખેડૂતો ચિંતામાં મૂકાયા
ફાઇલ તસવીર

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં તીડના ત્રણ હુમલા, કમોસમી વરસાદ અને લૉકડાઉનથી ખેડૂતો પહેલાથી જ પરેશાન.

  • Share this:
બનાસકાંઠા : ઉત્તર ગુજરાત (North Gujarat)ના બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)ની જાણે કે માઠી જ બેઠી છે. કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown)થી લોકો આમ પણ પરેશાન છે ત્યારે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદે (Unseasonal Rain) ખેડૂતોની ચિંતા વધારી હતી. જેના કારણે બાજરી, જીરું અને એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અહીં એક જ અઠવાડિયામાં બે વખત માવઠું થયું છે. કોરોના અને કમોસમી વરસાદનો કહેર ચાલુ છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડ હુમલો (Locust Attack) કરે તેવું જોખમ રહેલું છે. આ મામલે તંત્રએ તીડનો સામનો કરવાની તૈયારી કરી લીધી હતી.

રાજસ્થાનમાં તીડનું આક્રમણ

રાજસ્થાનમાં તીડે રવિવારે ફરીથી આક્રમણ કર્યું છે. જૈસલમેર જિલ્લાના લાઠી, સામ, પોખરણ અને રામદેવરા વિસ્તારોમાં તીડના ઝૂંડ ઉતરી આવ્યા છે. હવે અહીંથી આ તીડના ઝૂંડ બનાસકાંઠા જિલ્લામાં આવી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ માટે જિલ્લા કલેક્ટરે તંત્રને સજ્જ રહેવાની સૂચના આપી દીધી છે.

આ પણ વાંચો :  લૉકડાઉનમાં 40 દિવસે દારૂ મળતાં યુવક થયો છાકટો, વિરોધ કરતાં માતાની કરી હત્યા

એક વર્ષમાં તીડના ત્રણ આક્રમણ

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં અહીં તીડ ત્રણ વખત હુમલો કરી ચુક્યા છે. છેલ્લા 30 વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું હતું કે તીડે ત્રણ વખત હુમલો કર્યો હોય. ગત વખતે તીડે આક્રમણ કર્યું ત્યારે સરકાર તરફથી ખેડૂતોને સહાય પેટે 26 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો :  સુરતમાં લૉકડાઉન વચ્ચે પોણા ત્રણ વર્ષની બાળકી સાથે છેડછાડ, પોલીસ ફરિયાદ દાખલ

તીડના આક્રમણ સામે તંત્ર સજ્જ

ગત વખતે તીડે હુમલો કર્યો હતો ત્યારે ખેડૂતો પાસે પૂરતા સાધનો ન હતા. એ વખત સ્થાનિકોએ ટ્રેક્ટર પર પમ્પો બાંધીને દવાનો છંટકાવ કર્યો હતો. ગત વખતે જિલ્લાના આશરે 15 કિલોમીટર વિસ્તારમાં તીડના ઝૂંડ ઉતરી આવ્યા હતા. આ વખતે તંત્રએ પહેલાથી જ આયોજન કરી રાખ્યું છે. તીડના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને દવાનો જથ્થો તેમજ પમ્પ સહિતની મશીનરી તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકોને પણ ગાડીઓ તેમજ ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જેનાથી હુમલો થાય તો તાત્કાલિક તેમના પર દવા છાંટી શકાય.
First published: May 6, 2020, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading