ડીસા : પત્નીની છાતી અને પેટમાં ખંજરના ઘા મારી કરી હતી હત્યા, પતિને કોર્ટે ફટકારી આજીવન કેદ

કાંકરેજના કાંકરાળા ગામના પતિને કોર્ટે સંભળાવી આજીવન કેદ

Banaskantha Murder Verdict : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કાકારાળા ગામે 11 વર્ષ પહેલાં પતિ ભગાજી ઠાકોરે ખેલ્યો હતો ખૂની ખેલ, આખરે કેસમાં થયો ન્યાય

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા :  બનાસકાંઠાના (Banaskantha)  ડીસામાં આજે બે સંતાનની માતાની હત્યા (Murder) કરનાર પતિને (Husbanad) આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સ્ત્રી પરના અત્યાચારો ઘટે અને માનવ વધ જેવા ગુન્હાઓ અટકે તે માટે ડીસાની સેશન્સ કોર્ટે (Deesa Sessions Court) દાખલારૂપ ચુકાદો આપ્યો છે.કાંકરેજ તાલુકાના કાકરાળા (Kankrala Village) ગામે રહેતા જશીબેન ઠાકોરના લગ્ન 11 વર્ષ અગાઉ સમાજનાં રીતિ-રિવાજ મુજબ મૈડકોલ ગામે રહેતા ભગાજી રામાજી ઠાકોર સાથે થયા હતા.

  શરૂઆતમાં બંનેનું દામ્પત્યજીવન સુખરૂપ ચાલતાં તેઓને બે સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી તે દરમિયાન 2018 ની સાલમાં જશીબેન પોતાના બે બાળકો સાથે પિયર ગયા હતા અને બાદમાં તેમના પતિ તેમને તેડવા માટે સાસરીમાં પહોંચ્યા હતા.

  આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!

  આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

  જોકે તે સમયે પરિવારમાં કોઈ હાજર ન હોવાથી માતાપિતા આવ્યા બાદ સાસરીમાં જવા માટે જાશીબેને તેમના પતિને કહ્યું હતું, પરંતુ વાત વાતમાં ઉશ્કેરાઈ ગયેલા પતિ ભગાજી ઠાકોરે ચપ્પા વડે પત્ની પર હુમલો કર્યો હતો તે સમયે જશીબેન ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ રસ્તામાં ઠોકર આવી જતાં તેઓ પડી ગયા હતા.

  દરમિયાન સમયે તેમના પતિ ભગાજીએ જશીબહેનના ના પેટ, છાતી પર ખંજર વડે આડેધડ ઘા કરી તેમની હત્યા કરી હતી. જે અંગેનો કેસ ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો આ કેસ દરમિયાન સરકારી વકીલ અને ધારદાર દલીલો થઈ હતી.

  આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

  આરોપીની ફાઇલ તસવીર


  આ પણ વાંચો : પાલનપુર : આશ્ચર્યજનક સત્યઘટના! શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા

  દરમિયાન કોર્ટમાં ઘટનાના સંયોગિક પુરાવાઓ, સાક્ષી, પંચોની જુબાનીના આધારે એડિશનલ સેશન્સ જજ સી કે મુનશીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્ત્રી પર  અત્યાચારો ઘટે, માનવ વધ જેવા ગુનાઓ બનતા અટકે અને ગુનેગારોને કાયદાનો ડર રહે તે માટે સમાજમાં દાખલારૂપ સજા ફટકારી હતી. આમ  એક પત્નીની નિર્મમ હત્યા કરનારા પતિને 11 વર્ષના કાયકાદીય દાવપેચના અંતે સજા થઈ છે જ્યારે બે સંતાનોએ તેમની માતા ગુમાવી તેનો ન્યાય થયો છે.
  Published by:Jay Mishra
  First published: