બનાસકાંઠાઃ નાના કાપરા ગામે રમેણમાં ભુવા ધૂણ્યાં, કોરોના નિયમોના ધજાગરા, ભુવાજી સહિત 5 સામે ફરિયાદ

બનાસકાંઠાઃ નાના કાપરા ગામે રમેણમાં ભુવા ધૂણ્યાં, કોરોના નિયમોના ધજાગરા, ભુવાજી સહિત 5 સામે ફરિયાદ
વીડિયો પરની તસવીર

કોરોના મહામારી હોવા છતાં પણ આમંત્રણ પત્રિકાઓ છપાવી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોડી રાત્રે રમેણમાં ભુવા ઘુણતા લોકોના ટોળા એકત્ર થયા હતા.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના મહામારીના (coronavirus) સમયમાં બનાસકાંઠામાં (banaskantha) નાના કાપરા ગામે (Nana Kapra village) બે દિવસ અગાઉ જાહેરમાં રમેણનું આયોજન કરી ભુવા ધુણવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં માસ્ક વગર (without mask) લોકોના ટોળા એકત્ર થતા અને સોશિયલ ડિસ્ટન્સના (Social distance) ધજાગરા ઉડાડતા હોવાના વીડિયો વાયરલ થતાં રમેણના આયોજક, ભુવાજી, મંડપ અને સાઉન્ડવાળા સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

  બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત અત્યારે કોરોના વાયરસ ના ભરડામાં છે અને રોજેરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવામાં લાખણી પાસે આવેલા નાના કાપરા ગામે બે દિવસ અગાઉ વિહત માતાજીના મંદિરે રમેણ નું આયોજન કરાયું હતું.  કોરોના મહામારી હોવા છતાં પણ આમંત્રણ પત્રિકાઓ છપાવી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોડી રાત્રે રમેણમાં ભુવા ઘુણતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આ કાર્યક્રમમાં અનેક લોકોએ માસ્ક પણ પહેર્યા હતા.

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. જે રમેણમાં ભુવા ધૂણતા હોવાના વીડિયો વાયરલ (viral video) થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રમેણ ના આયોજક સહિત ભુવાજી , મંડપ અને સાઉન્ડવાળા સહિત કુલ 5 લોકો સામે લાખણી પોલીસ મથકે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમીક ડીસીઝ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.  આરોપીઓના નામ: 1. પીરાભાઈ મોહનભાઇ રાઠોડ, આયોજક, 2. વાલાભાઈ સેધાભાઈ રાઠોડ, ભુવાજી, 3. વિનોદભાઈ દાનાભાઈ રબારી, ભુવાજી, 4. દિનેશભાઇ ગોવાભાઈ પંચાલ, સાઉન્ડવાળા, 5.કમાભાઈ રાવતાજી ઠાકોર, મંડપવાળા.
  Published by:ankit patel
  First published:April 19, 2021, 20:28 pm

  ટૉપ ન્યૂઝ